હિન્દી સિનેમા હંમેશાંથી જ એવી ફિલ્મો બનાવ્યું આવ્યું છે, જેમાંથી લોકોને કંઈક શીખવા મળે છે. કદાચ તેથી જ એવું પણ કહેવામાં આવે છે કે સિનેમા સમાજને અરીસો બતાવવાનું કામ કરે છે. પરંતુ દરેક ફિલ્મ માટે હિન્દી સિનેમા પાસેથી આવી અપેક્ષા રાખી શકાતી નથી. ઘણીવાર લોકોને ફિલ્મો દ્વારા ખોટા સંદેશાઓ પણ મળે છે.
જો આપણે રિલેશનશિપની વાત કરીએ, તો ઘણી વાર ફિલ્મોમાં તેને લઈને ખોટું બતાવવામાં આવ્યું. એવું પણ કહી શકાય કે રિલેશનશિપને લઈને સમાજમાં ખોટો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. તો આજે એવી જ ફિલ્મો વિશે વાત કરી કે જેમાં સંબંધોને લઈને ખોટું બતાવવામાં આવ્યું છે –

1. કબીર સિંહ –
ગયા વર્ષે શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ ઘણી ચર્ચાઓમાં રહી હતી. આ ફિલ્મ વિવાદમાં રહી, પણ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન પણ કર્યું હતું. ફિલ્મમાં કબીર સિંહને એક જિદ્દી અને સનકી પ્રેમી બતાવવામાં આવ્યો હતો. અહીં સુધી કે એ ગુસ્સામાં પોતાની ગર્લફ્રેન્ડ પર હાથ પણ ઉપાડે છે. સવાલ એ છે કે શું આજના સમયમાં તમે તેને પ્રેમ કહી શકો છો? તે પણ એવો પ્રેમ કે જેમાં એક છોકરો પ્રેમ માટે પોતાનું જીવન અને કારકિર્દી નષ્ટ કરી નાખે છે.

2. ડર –
સની દેઓલ, શાહરૂખ ખાન અને જૂહી ચાવલા સ્ટારર, ફિલ્મ ડર પણ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. જો કે, જોવા જઈએ તો આવા પાત્રોને આપણે જીવનમાં પ્રોત્સાહન આપવું જોઈએ નહિ. જો કોઈ છોકરી તમને પ્રેમ કરતી નથી, તો પછી તેની ‘ના’ ની કદર કરવી જોઈએ.

3. કુછ કુછ હોતા હૈ –
રાની મુખર્જી, કાજોલ અને શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ કુછ કુછ હોતા હૈ એક બ્લોકબસ્ટર હતી. આ ફિલ્મ એકતરફી પ્રેમ પર આધારિત હતી, જેમાં અંજલિ રાહુલ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં અસમર્થ રહે છે. જયારે રાહુલ ટીનાને પસંદ કરે છે, જેની સાથે તે લગ્ન કરે છે. બીજી તરફ, અંજલિ રાહુલના જીવનથી દૂર જવાનું નક્કી કરે છે. મુદ્દો એ છે કે જ્યાં સુધી તમે કોઈને તમારો પ્રેમ વ્યક્ત નહીં કરો ત્યાં સુધી સામેની વ્યક્તિ કેવી રીતે જાણી શકશે કે તમે તેને પ્રેમ કરો છો કે નહીં?

4. રાંઝણા –
આ ફિલ્મમાં ધનુષ અને સોનમ કપૂરની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક છોકરાના પ્રેમ વિશે હતી, જે તેની કારકિર્દી અને પરિવાર છોડીને એક છોકરીનો પીછો કરો રહે છે. સ્પષ્ટ વાત છે કે આ ફિલ્મે આજના યુવાનોને સારો સંદેશ આપ્યો ન હતો.

5. રહેના હૈ તેરે દિલ મેં –
આર માધવન, દીયા મિર્ઝા અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મ એક લવ ટ્રાઈએંગલ હતી. ફિલ્મમાં આર માધવને એક એવા પ્રેમીનું પાત્ર ભજવ્યું છે, જે એક છોકરીને રસ્તા પર જુએ છે. છોકરાને છોકરી પહેલી નજરે પસંદ આવી જાય છે અને તે પોતાની ઓળખ છુપાવીને પણ તેના પ્રેમને પ્રાપ્ત કરે છે. જૂઠું બોલીને કોઈનો પ્રેમ મેળવવો કેટલું સાચું છે?

6. લવ આજ કલ –
આ ફિલ્મ એક મોડર્ન કપલ વિશે છે. એ કપલ જે મૂવ ઓન કર્યા પછી પોતપોતાના પાર્ટનર્સ પાસે ચાલ્યા જાય છે. જો કે, છૂટા થયા પછી પણ, તેઓ મિત્રોની જેમ એકબીજાના સંપર્કમાં રહે છે. એક દિવસ તેમને અચાનક સમજાય છે કે તેઓ પ્રેમમાં છે. આ પછી, તે બંને પોતપોતાના પાર્ટનર્સને છોડીને એક થઈ જાય છે. શું ખરેખર જીવનમાં આવું થવું શક્ય છે?
પ્રેમની કોઈ વ્યાખ્યા નથી. કોઈ સંબંધમાં પ્રમાણિક હોવું એ જ પ્રેમ છે. કદાચ તેથી જ તેને ભગવાનની ઈબાદત તરીકે વર્ણવવામાં આવ્યો છે. તમારા માટે રિલેશનશિપ શું છે, તમે કોમેન્ટમાં જણાવી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.