માયાનગરી મુંબઇમાં એક સમયે આ લોકોનો જમાનો હતો, પછી થઇ આવી દયનીય હાલત: માયાનગરી મુંબઇમાં દરરોજ હજારો લોકો એક્ટર બનવાના સપના લઈએં આવી પહોંચે છે. જેમાં બહુ ઓછા લોકો પડદા સુધી પહોંચી શકે છે.

જેમાં જે લોકો નસીબ લઈને આવ્યા હોય તે લોકો ઈન્ડસ્ટ્રીઝમાં નામ કમાઈ શકે છે. કરોડાઓ કમાતા આ લોકની જિંદગીમાં દુઃખ ઓછું નથી હોતું. ઘણી વાર એવી પરિસ્થતિ હોય છે જેના કારણે લોકો પાઈ-પાઈના મોહતાજ થઇ જાય છે. તો આજે અમે તેવા એક્ટર-એક્ટર્સ વિષે જણાવીશું કે જે અર્શથી ફર્સ પર આવી ગયા છે.
અચલા સચદેવ
અચલ સચદેવ બ્લોકબસ્ટર ફિલ્મ ‘વક્ત’થી લોકોની નજરમાં આવી હતી. ત્યારબાદ તે ફિલ્મ ‘દિલ વાલે દુલહનીયા લે જાયેંગે’માં જોવા મળી હતી. અચલાએ લગભગ 130 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આટલી ફિલ્મોમાં કામ કરવા છતાં છેલ્લી ઘડીએ અચલા યારે હોસ્પિટલમાં છેલ્લા સમયે તેની સાથે કોઈ ના હતું કે ના તો તેની પાસે હોસ્પિટલના બિલ ચૂકવવાના પૈસા હતા.

ગીતાંજલિ નાગપાલ
મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે રેમ્પ પર ચાલનારી મોડેલ ગીતાંજલિ નાગપાલ એક અકેટ્રેસ તરીકે ઉભી હતી. પરંતુ તે એક એક્ટ્રેસ તરીકે ફિલ્મમાં ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારબાદ એક્ટ્રેસ તરીકે નાકામયાબ રહેતા તે નશીલા પદાર્થના રવાડે ચડી ગઈ હતી. ગીતાજલિ પણમિતાલી શર્માની જેમ સાઉથ દિલ્લીની માર્કેટમાં ભીખ માંગતી નજરે ચડતી હતી, ત્યાં સુધી તે તેના ગુજરાન માટે મેડ પણ બની ગઈ હતી.
પરવીન બાબી
બ્લોક બસ્ટર ફિલ્મ ‘નમક-હલાલ’, ‘અમર અકબર એન્થની’, ‘શાન’,’ દીવાર’જેવી ફિલ્મમાં કામ કરી ચુકેલી ખુબસુરત એક્ટ્રેસ પરવીન બાબીને પૈસાની તંગીને લઈને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પરવીન બાબી છેલ્લે સૌ એકલી પડી ગઈ હતી.દેશ માટે બહુજ અચરજ ભરેલી બાબત હતી કે પરવીન બાબીએ નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધી હતી. પરવીન તેના જુહુ સ્થિત એપાર્ટમેન્ટમાંથી હાલતમાં મળી હતી. ત્યાં સુધી કે બોલીવુડમાં પરવીન બાબીને પાગલ કહેવામાં આવી હતી.
> ಹುಚ್ಚಿಯಾಗಿ ಭಿಕ್ಷೆ ಬೇಡುತ್ತಿರುವ ಬಾಲಿವುಡ್ ನಟಿ ಮಿತಾಲಿ ಶರ್ಮಾ..! https://t.co/yIAmeSx008#MitaliSharma #Bollywood pic.twitter.com/O2oPLSR0FM
— EeSanjeNews l ಈ ಸಂಜೆ (@eesanjenews) June 14, 2016
મિતાલી શર્મા
26 વર્ષીય એક્ટ્રેસ મિતાલી શર્મા તેના માતા-પિતાની વિરુદ્ધ જઈએ હિરોઈન બનવા માંગતી હતી.મિતાલીએ ઘણી ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું હતું. પરંતુ એક સમય એવો હતો કે,મિતાલીએ કામ મળવાનું બંધ થઇ ગયું હતું. મિતાલીને કામમળવાનું બંધ થતા તે ડિપ્રેશનનો ભોગ બની હતી. જેના કારણે તે લોકોને ગાળો આપતી હતી સાથે જ ગાડીના કાચ ફોડી નાખતી હતી. ત્યારબાદ પોલીસે તેની ઝડપી લીધો હતો. જયારે પુછપરછ કરવા લાગી ત્યારે સૌથી પહેલા મિતાલીએ ખાવાનું માંગ્યું હતું. મિતાલી તેના જીવનનો ગુજારો ભીખ માંગીને કરવો પડતો હતો. મિતાલી પુરી રીતે પાગલ થઇ ગઈ હતી. જેના કારણે તેને પાગલખાનામાં શિફ્ટ કરી દેવામાં આવી હતી.

એ.કે. હંગલ
એ.કે. હંગલે 0 થી 90ના દાયકામાં સૌથી વધુ ફિલ્મોમાં પિતા કે પછી એક્ટ્રેસના નજીકના સંબંધીનો રોલ નિભાવ્યો હતો. ત્યાં સુધીકે શોલે ફિલ્મમાં તેનો રહીમ કાકાનો રોલ આજે પણ લોકોની અંદર જીવંત છે. જિંદગીના છેલ્લા પડાવમાં તેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવે છે કે, એ.કે.હંગલના પુત્રએ તેના પિતા માટે સારવારના પૈસા ના હોય એ વાત અમિતાભ બચ્ચનને જણાવી હતી ત્યારે તેને ઈલાજ માટે 20 લાખ રૂપિયાની મદદ કરી હતી.સાથે જ કરણ જોહર સહીત ઘણા સેલ્બ્સએ આર્થિક મદદ કરી હતી.

શ્રી વલ્લભ વ્યાસ: આમિર ખાનની ફ્લોપ ફિલ્મ ‘લગાન’ ના ઈશ્વર કાકા ઉર્ફે શ્રી વલ્લભ વ્યાસે લાંબી બીમારી બાદ 7 જાન્યુઆરી 2018ના રોજ જયપુરમાં દુનિયા છોડી દીધી હતી. થોડા સમય પહેલા એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને પેરાલિસિસનો એટેક આવી ગયો હતો. ત્યારબાદ તેને તબિયત લથડી ગઈ હતી. તે ફક્ત લીકવીડ ડાયટ જ લેતા હતા. 2013માં તેના ફેમેલી ઈલાજ માટે જેસલમેરથી જોધપુર શિફ્ટ થઇ ગયા હતા. તેની પત્ની શોભા વ્યસન જણાવ્યા અનુસાર, સીને અને ટેલિવિઝન એસોશિએશને પણ તેની મદદ કરી ના હતી. શોભાના જણાવ્યા અનુસાર, તેની આ મુશ્કેલ સમયમાં આમીરખાને આર્થિક મદદ કરી હતી. સાથે જ આ મુશ્કેલ ઘડીમાં ઇમરાન ખાન અને મનોજ વાજપેયીએ મદદ કરી હતી.