ઘરમાં ચાલી રહી હતી પ્રસંગની તૈયારીઓ, આખો પરિવાર રાત્રે જમીને સુઈ ગયો, 6 લાશ મળી, સવારે કોઈ ઉઠ્યું જ નહીં, જાણો સમગ્ર મામલો

એક જ પરિવારના 6 લોકોની લાશ આવી સામે, મચ્યો હડકંપ, ચાલી રહી હતી ઉત્સવની તૈયારી, સુસાઇટ નોટ….

દેશભરમાં આપઘાત અને હત્યાના મામલાઓ સતત વધી રહ્યા છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને તો ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પરિવારના કોઈ સદસ્ય પોતાના માથે આવેલા સંકટના કારણે આખા પરિવારની હત્યા કરી અને પોતે પણ આપઘાત કરી લેતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 6 લોકોના મોતની ખબરે લોકોને હલબલાવી નાખ્યા છે.

આ ઘટના સામે આવી છે, હરિયાણાના અંબાલામાંથી. જ્યાં એક સાથે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે એક બાળકનો જન્મદિવસ પણ હતો. જન્મદિવસની તમામ તૈયારીઓ ઘરે જ કરવામાં આવી હતી. 34 વર્ષીય સુખવિંદર સિંહે શુક્રવારે સવારે અંબાલા-હિસાર હાઈવે પર પોતાના ગામ બલાનામાં ઝેર આપીને તેના માતા-પિતા, પત્ની અને બે માસૂમ પુત્રીઓની હત્યા કરી હતી. જે બાદ તેણે જાતે જ ફાંસી લગાવી લીધી હતી.

દીકરી જસનૂર અને 8 અશ્રિતના ગળા પર પણ નિશાન જોવા મળ્યા છે. નાની છોકરી એલકેજીમાં અને મોટી છોકરી ત્રીજા ધોરણમાં ભણે છે. અસરિતનો જન્મદિવસ પણ શુક્રવારે હતો. ગળા પર મળેલા નિશાન અને ઘરમાંથી મળેલા બ્લુ કલરના બેલ્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંનેની પણ ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. સુખવિંદર સિંહની 32 વર્ષીય પત્ની રાનીની જીભ બહાર નીકળેલી હતી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું પણ ગળું દબાવવામાં આવ્યું છે.

માતા 62 વર્ષીય મહિન્દ્રા કૌર અને પિતા 65 વર્ષીય સંતરામના ગળા પર કોઈ નિશાન જોવા મળ્યા નથી. મહિન્દ્રા કૌરના નાક અને મોંમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. સુખવિંદર સિંહના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઈડ નોટના આધારે સદર પોલીસ સ્ટેશને સાઈ હોન્ડા કંપનીના માલિક કવિ નરુલા અને યમુનાનગરના ઈફ્કો ટોકિયા ફાયનાન્સ ઓફિસર બાલ્કિશન ઠાકુર સામે હત્યા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુખવિન્દરે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે બંને તેની પાસેથી 10 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. જો તે આમ નહિ કરે તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે અને પરિવારને પણ નુકશાન પહોંચાડશે. સુસાઇડ નોટમાં એ પણ લખ્યું છે કે મારી અને મારા પિતાની મિલકત અને મારા અને મારી પત્નીના બેંક ખાતામાં પડેલા પૈસા મારા બે ભત્રીજા મોહિત અને કર્ણદીપ વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે બિસરાને મધુબન મોકલી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ સુખવિંદર સિંહના મૃત્યુની પુષ્ટિ ફાંસીથી થઈ છે. બાકીના મોતનું કારણ બિસરા રિપોર્ટમાં જ ખુલશે.

Niraj Patel