સાવધાન થાઓ જલ્દી: હાર્ટ એટેક આવવાના આ 6 કારણો, બિલકુલ પણ ના કરો નજરઅંદાજ

હવે રોજ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે, તમે આજથી જ ચેતી જજો…હાર્ટ એટેક આવવાના આ 6 કારણો, જરૂર વાંચો

Heart Attack Risk Factors : હાર્ટ એટેક (Heart Attack) કે જેને મેડિકલ ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફ્રક્શવ કહેવામાં આવે છે, તે એક ઇમરજન્સી કંડીશન છે, જે ગંભીર સ્થિતિમાં વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે. પૂરતું લોહી ન મળવાને કારણે તમારું હૃદય કામ કરવાનું બંધ કરી દે છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. આ સામાન્ય રીતે તમારા હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં (રક્તવાહિનીઓ) અવરોધને કારણે થાય છે. એટેકથી હૃદયને ઘણું નુકસાન થાય છે અને જો આ સ્થિતિમાં હૃદયને તાત્કાલિક લોહીનો પુરવઠો ન મળે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સમેત દેશભરમાં હાર્ટ એટેકના ઘણા કેસો જોવા મળ્યા છે. લગ્નમાં નાચતા, ક્રિકેટ કે ફૂટબોલ રમતા અથવા તો જીમમાં એક્સરસાઇઝ કરતા પણ સ્વસ્થ લોકોના હાર્ટ એટેકના કારણે અચાનક મોત થાય છે. આને લઇને આરોગ્ય નિષ્ણાતો પણ ચિંતામાં મુકાયા છે. હાર્ટ એટેકના કારણે અનેક યુવાનોના મોતના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. કોવિડ બાદ હાર્ટ એટેકમાં અચાનક વધારો થવા અંગે ચર્ચા ચાલી રહી છે. ત્યારે તેની પાછળનું સાચું કારણ શું છે. તો ચાલો જાણીએ.

1. સ્ટ્રેસ લેવો: વધુ પડતો સ્ટ્રેસ લેવો એ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં તણાવ વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મોત, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે, જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

2. પૂરતી ઊંઘ ન મળવીઃ પૂરતી ઊંઘ ન મળવાને કારણે પણ હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ, વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.

3. ખરાબ આહારઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. તળેલી વસ્તુઓ કે પછી વધારે પડતા જંક ફૂડના કારણે પણ હાર્ટ એટેકના કેસ વધ્યા છે.

4. જેનેટિક કારણ: પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય, તો તેણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.

5. એક્સરસાઇઝની અતિરેકતા: તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે રોજીંદી કસરત કરતા ફિટ લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર મધ્યમ સ્તરની કસરત કરો.

6. રિસ્ક ફેક્ટર્સની હાજરી: એવા ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બને છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.

Shah Jina