આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 6 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
કુદરતનું સાંનિધ્ય તમને આનંદ આપશે. જો તમે ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાવ છો તો આજે તમને રાહત રહેશે. તમારા જીવનસાથી સાથે તમે એકલતાભર્યું અને આનંદથી સમય વિતાવી શકશો. ઘર અને પરિવારમાં દરેક સાથે મળીને લાંબી મુસાફરી કરી શકશો. આજે રોકાણ કરવા માટેનો સારો સમય છે. લાંબા ગાળા માટે પૈસા રોકવા હોય તો સારો નફો થશે પણ અનુભવી અને વડીલોનો સલાહ લેજો.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે અચાનક તમને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વધુ પૈસા કમાવવા માટેની તમારી લાલચને કંટ્રોલ કરો. અચાનક જે પૈસા તમને મળ્યા છે તેમાંથી ભવિષ્ય માટે બચત કરો. જો તમે કોઈ મકાન કે વાહન ખરીદી કરવા માંગો છો તો આજનો દિવસ સારો છે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારા પરિવારજનો અને વડીલોની સલાહ જરૂર લેજો. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે. તમારા સપના હવે સત્ય થશે અને તેના માટે તમારે ઈમાનદારીથી કામ કરવાનું છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે ખાવા પીવામાં થોડી તકેદારી રાખવી બહારનું ખુલ્લું ખાવાનું ઉપયોગમાં લેવું નહિ. જીવનસાથી સાથે આજે સારો તાલમેલ જાળવી શકશો. આજે ધાર્મિક યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં તમારા કામની વાહ વાહ થશે. તમારા મિત્રોનો આજે સારો સપોર્ટ રહેશે. જીવનમાં આગળ વધવા માંગો છો તો તમારાથી નીચેના વર્ગના લોકોને ધિક્કારસો નહિ. તમારે આજથી તમારો શંકાશીલ સ્વભાવ છોડવાનો છે.વડીલો સાથે આજે કોઈ વાતે ગેરસમજ થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. આજે ઓફિસમાં તમારા સ્વભાવની અસર કામ પર ના પડે એની તકેદારી રાખજો. તમારા સંતાનો આજે તમારી ખુશીનું કારણ બનશે. તેમને વધુને વધુ લાડ પ્યાર આપો. વ્યસન મુક્ત થવા માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ આજથી શરૂઆત કરવી.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):
આજે તામારે તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે. જે પણ મિત્રો તમારી સાથે લાંબા સમયથી કોન્ટેક્ટમાં નથી તેમનો સંપર્ક કરો અને તેમની સાથે વિતાવેલા જુના દિવસો યાદ કરો. આજનો દિવસ તમારા માટે ભારે છે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ સાથે વાદ વિવાદમાં ઉતરશો નહિ. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે જે પણ મિત્રો ઘણા સમયથી પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માંગે છે તેમની માટે સારો સમય છે. સાંજના સમયે તમારા પાર્ટનરની મુલાકાત કરો અને તેમની ઈચ્છા પૂર્ણ કરો. આજે પૈસા કમાવવા માટેની સારી તકો તમારી સામે આવશે. યોગ્ય સલાહ અને સૂચનથી કોઈપણ સારી સ્કીમમાં પૈસા રોકો ફાયદો જરૂર મળશે બને ત્યાં સુધી પ્રયત્ન કરો લાંબા સમય માટે રોકી શકો. આજે સંતાનો તરફથી થોડી તકલીફો મળશે. પહેલા તેમની પૂરી વાત સાંભળો અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):
આજે અમુક કામ એવા આવી પડશે જેને તમે છેલ્લા ઘણા સમયથી ઇગ્નોર કરી રહ્યા છો. કામના ભારણને લીધે તમારો સ્વભાવ ચીડિયો થઇ જશે અને તમે કોઈનું અપમાન કરી બેસસો. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે કોઈપણ નિર્ણય તમારે લાગણીમાં વહીને લેવાનો નથી. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
જો તમે ઈચ્છો છો કે તમારી અને તમારા પરિવારજનોની તબિયત સારી રહે તો તેના માટે શરૂઆત તમારે જ કરવાની છે. પરિવારમાં કોઈ ગંભીર બીમારી થવાના યોગ છે. યોગ્ય સલાહ અને કસરતથી તમે યોગ્ય રીતે જાળવણી કરી શકશો. ઓફિસમાં આજે તમને નવા પ્રોજેક્ટ સોપવામાં આવશે. એ કામ જો તમે સારી રીતે પૂરું કરશો તો તેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. આજે સાંજ તમારા લગ્નજીવનની યાદગાર સાંજ બની રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલા કામને કારણે ઓફિસમાં દરેક લોકો તમારા વખાણ કરશે આજે કેટલાક મહત્વના કામ પણ તમને સોંપવામાં આવશે. બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે. બની શકે એટલું આનંદથી જીવો તમે જે બીજા લોકોની ચિંતા કરવાની ટેવ છે તો એ બદલો જ્યાં સુધી તમે તમારી જ લાઈફ ખુશી ખુશી નહિ જીવો ત્યાં સુધી બીજાના જીવન બનાવવાનો અર્થ નથી.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા માથે સામાજિક જવાબદારીઓ આવી શકે છે. પરિવારમાં વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખો. ઓફીસના સમય દરમિયાન આજે તમને કોઈ બહારના લોકો પરેશાન કરશે, ધીરજ ગુમાવ્યા વગર તામ્ર કામમમાં ધ્યાન આપો. કોઇપણ જાતનું રોકાણ કરવું નહિ એ તમને નુકશાન પહોચાડશે. જીવનસાથી તરફથી આજે થોડી તકલીફ મળશે. દિવસ દરમિયાનની દોડધામના કારણે સાંજે બેચેની અને માથા દુખાવો થશે. યોગ્ય સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારી નજીકના કોઈ મિત્રના વ્યવહારના કારણે તમે દુખી થશો. કોઈપણ કામમાં મન લાગશે નહિ. મનને શાંત કરવા માટે આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેજો. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. જો તમે આજે કોઈ સ્થાઈ મિલકત ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જેનાથી તમને અચૂક લાભ થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારા માટે એક સારી ખુશખબરી આવવાની છે જેના કારણે તમારો આજનો આખો દિવસ ઉત્સાહ અને ખુશીમાં જશે. ઓફિસમાં પણ તમારા કામની સરાહના થશે. આજે જો કોઈ બીજો સારો પ્રોજેક્ટ કરવાની શરૂઆત કરવાના હોવ તો કરી શકો છો, જો તામારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગો છો તો આજથી જ તમારે બચત કરવાની છે. પૈસા જેટલા વધુ કમાશો એટલા જ ખર્ચ પણ વધવાના છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે તમારે જુના મિત્રો સાથે સંપર્ક કરીને દરેક ભૂલની માફી માંગવાની છે નહિ તો માફ કરવાના છે. કોઈપણ મિત્રો કે પ્રિયજનની કોઈ વાત મન પર લેતા નહિ. સંબંધો જીવનભર સાથે રહેશે. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here