કોઈ અજાયબીની કમ નથી આ સ્થળો, જિંદગીમાં એક વખત તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ
દિવસના પૂરો થાય પછી સૂર્યાસ્ત થાય જ છે. પરંતુ ક્યારેક આપણે વિચારીએ છીએ કે જો સૂર્યાસ્ત ન હોત તો કેટલું સારું હોત. પરંતુ તે બનવું અશક્ય છે. પરંતુ દુનિયાભરમાં એવી ઘણી વિચિત્ર જગ્યાઓ છે જ્યાં વર્ષમાં ઘણા દિવસો સુધી સૂર્યાસ્ત થતો નથી. આ વાત માનવી થોડી અઘરી છે, પણ એ વાત સાચી છે કે દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાત નથી. ચાલો આજે તમને આ જગ્યાઓ સાથે પરિચય કરાવીએ.
નોર્વે : નોર્વે આર્કટિક સર્કલમાં આવે છે. આ દેશને લેન્ડ ઓફ મિડનાઈટ સન પણ કહેવામાં આવે છે. અહીં મે અને જુલાઈ વચ્ચે લગભગ 76 દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી. નોર્વેના સ્વાલ્બાર્ડમાં 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. તમે ત્યાં જઈને તેનો આનંદ માણી શકો છો.
નુનાવત, કેનેડા : નુનાવત કેનેડાનું એક નાનું શહેર છે. કેનેડાના આ ઉત્તર-પશ્ચિમ ભાગમાં લગભગ બે મહિના સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. જ્યારે શિયાળા દરમિયાન આ સ્થળ સતત 30 દિવસો સુધી સંપૂર્ણ રીતે રાત્રિ હોય છે.
આઇસલેન્ડ : ગ્રેટ બ્રિટન પછી તે યુરોપનો સૌથી મોટો ટાપુ છે. જૂન મહિનામાં અહીં સૂર્યાસ્ત થતો નથી. અહીં તમે અડધી રાત્રે પણ સૂર્યપ્રકાશનો આનંદ માણી શકો છો.
બેરો, અલાસ્કા : મેના અંતથી જુલાઈના અંત સુધી અહીં સૂર્ય ડૂબતો નથી. પરંતુ નવેમ્બરની શરૂઆતથી, અહીં આગામી 30 દિવસો માટે રાત્રિ રહે છે. તેને પોલર નાઈટ પણ કહેવામાં આવે છે. આ જગ્યા બરફથી ઢંકાયેલા પર્વતો અને સુંદર હિમનદીઓ માટે વિશ્વ વિખ્યાત છે. તમે અહીં મુલાકાત લઈને તેની સુંદરતાનો પણ આનંદ માણી શકો છો.
ફિનલેન્ડ : હજારો તળાવો અને ટાપુઓથી સજ્જ આ દેશ ખૂબ જ સુંદર છે. ઉનાળાની ઋતુમાં, સૂર્ય અહીં લગભગ 73 દિવસ સુધી પોતાનો પ્રકાશ પાથરે છે. અહીં તમને નોર્ધન લાઈટ્સ માણવાની તક મળે છે. આ સિવાય, તમે ફિનલેન્ડમાં સ્કીઇંગ તેમજ ગ્લાસ ઇગ્લૂમાં રહેવાનો અનુભવ કરી શકો છો.
સ્વીડન : મે થી ઓગસ્ટ સુધી, સૂર્ય મધ્યરાત્રિએ ડૂબી જાય છે અને પછી સવારે 4:30 સુધીમાં બહાર આવે છે. અહીં સૂર્ય 6 મહિના સુધી સતત પોતાનો પ્રકાશ ફેલાવે છે. તેથી લોકો અહીં ઘણા દિવસો સુધી ગોલ્ફિંગ, માછીમારી, ટ્રેકિંગ ટ્રેલ્સ અને ઘણી સાહસિક પ્રવૃત્તિઓ કરી શકે છે.