સાઉદીના શાહી પરિવારે આ 6 મોંઘી વસ્તુઓ પાછળ ખર્ચી નાખ્યા કરોડો રૂપિયા, પૈસા ખરેખર પાગલ કરી નાખે છે

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે બહુ જ બધા પૈસા કમાય તો ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે કદાચ તેમનો જન્મ અદાણી કે અંબાણી પરિવારમાં થયો હોત તો તે ખુબ જ આલીશાન જીવન જીવતા હોતા. અપાર વૈભવ, મનગમતી ગાડી અને કેટલુંય તેમને મળી જતું. પરંતુ આજે અમે તમને સાઉદીના શાહી પરિવારની એવી 6 વસ્તુઓ બતાવવાના છીએ જેની પાછળ તેમને કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે.

1. 218 કરોડનો ડ્રેસ:
આપણે મોટા ભાગે 5 કે 10 કે પછી 20-25 હજારનો સૌથી મોંઘો ડ્રેસ પહેરીએ, કોઈ સેલિબ્રિટી હોય તો તે એક કે બે લાખનો ડ્રેસ પહેરે પરંતુ ડ્રેસ બાદશાહ અબ્દુલ્લાહની દીકરીની જયારે 2015માં લગ્ન થયા ત્યારે તેને લગભગ 218 કરોડ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો.

2. ફૈલ્કન પક્ષી:
મોટાભાગે લોકોને પ્રાણી પાળવાનો શોખ હોય છે જેના માટે તે થોડા પૈસા ખર્ચવાનું વિચારે પણ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સાઉદી આરબના એક રાજકુમારે પોતાના 80 ફૈલ્કન પક્ષીઓ માટે ફલાઇટની સીટ બુક કરાવી હતી. આ પક્ષી યુએઈનું રાષ્ટ્રીય પક્ષી છે. માણસની જેમ પક્ષીઓના પણ કાયદેસર પાસપોર્ટ બનાવવામાં આવ્યા. એક રિપોર્ટ પ્રમાણે 2002 થી 2013ની વચ્ચે યુએઈ સરકાર દ્વારા પક્ષીઓને 28000 પાસપોર્ટ ઇસ્યુ કરાવવામાં આવ્યા હતા.

3. હીરા જડિત કાર:
સાઉદી અરબના રાજકુમાર અલવલીદ બિન તલાલની પાસે ઘણી બધી લક્ઝુરિયસ કાર છે. રાજકુમ્મર તલાલ પાસે એક મર્સીડીઝ બેન્ઝ છે જેમાં હીરા જડાયેલા છે. આ ગાડી કરોડો રૂપિયાની છે. એક રિપોર્ટ અનુસાર આ ગાડીને જો કોઈ અડી લે તો પણ રાજકુમાર 1000 ડોલર ચાર્જ કરે છે.

4. સોનાનું ટોયલેટ:
દીકરીના લગ્ન હોય ત્યારે કરિયાવરમાં આપણે ઘણી વસ્તુઓ આપીએ છીએ, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પિતા પોતાની દીકરીને ટોયલેટ ભેટમાં આપે ? પરંતુ આ હકીકત છે. બાદશાહ અબ્દુલ્લાહે પોતાની દિરકીના લગ્નમાં સોનાનું ટોયલેટ ભેટમાં આપ્યું હતું.

5. સોનાની ગાડીઓ:
દરેક લોકોને લક્ઝુરિયસ ગાડીનો શોખ હોય છે. પરંતુ સોનાની ગાડી મળે તો ? સાઉદી અરબપતિ તુર્કી બિન અબ્દુલ્લાહની પાસે બેન્ટલે, લેમ્બર્ગીની, રોલ્સ રોય જેવી ઘણી જ લક્ઝુરિયસ ગાડીઓ છે અને એ બધી જ સોનાની છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3)

6. વાઘ પાલવનો શોખ:
દુબઈના રાજકુમાર હમદાન બિન મહોમ્મદ બિન રશીદ અલ મક્તુમ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના પાલતુ વાઘની ઘણી તસવીરો શેર કરી છે. હલં જ એનિમલ વેલ્ફેર વાળાએ વર્ષોના દબાણ બનાવ્યા પછી 2017માં ગલ્ફ દેશોમાં જંગલી અને ખતરનાક જાનવરોને પ્રાઇવેટ ઓનરશિપ આપવા ઉપર બેન લગાવી દીધું છે.

Niraj Patel