મનોરંજન

2021માં માતા બનવા જઈ રહી છે આ 6 સેલેબ્રિટીઓ, ચાહકોને જલ્દી જ આપશે ખુશખબરી, જાણો કોણ કોણ છે સામેલ

2021ની શરૂઆતમાં જ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ખુશ ખબરી આપી. તેની પત્ની અનુષ્કા શર્માએ એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો. ત્યારબાદ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ માતા પિતા બની ગયા. કરીનાએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. હજુ પણ ઘણા સેલેબ્સ ખુશ ખબરી આપવાની તૈયારીઓ કરી રહ્યા છે, તો ચાલો તમને જણાવીએ કે 2021માં કઈ કઈ 6 સેલેબ્સ દ્વારા તમને માતા બનવાની ખુશ ખબરી મળવાની છે.

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

1. શ્રેયા ઘોસાલ:
બોલીવુડની ખુબ જ ખ્યાતનામ ગાયિકા શ્રેયા ઘોસાલ પણ જલ્દી જ માતા બનવાની છે. તેને સોશિયલ મીડિયા ઉપર તેની તસ્વીર પોસ્ટ કરી અને ચાહકોને જાણકારી આપી છે. શ્રેયાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતા તસ્વીર શેર કરી છે, સાથે કેપશનમાં લખ્યું છે. “બેબી શ્રેયાદિત્ય આવવાનો છે.” 34 વર્ષીય શ્રેયાએ 5 ફેબ્રુઆરી 2015ના રોજ પોતાના બાળપણના મિત્ર શીલાદિત્ય સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

2. લીજા હેડન:
બૉલીવુડ અભિનેત્રી લીજા હેડન પણ જલ્દી જ ત્રીજીવાર માતા બનવાની છે. તેને હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી અને ચાહકોને જાણકારી આપી હતી કે તે આ વર્ષે જૂનમાં જ તેના ત્રીજા બાળકને જન્મ આપશે. જે દીકરી હશે. લીજાને પહેલા બે દીકરાઓ છે.

 

View this post on Instagram

 

A post shared by NEETI MOHAN (@neetimohan18)

3. નીતિ મોહન:
ગાયિકા નીતિ મોહને ફેબ્રુઆરી 2019માં તેના બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ તેને લગ્નના બે વર્ષ પૂર્ણ થવા ઉપર ચાહકોને જાણકારી આપી હતી તે અને નિહાર પંડ્યા પેરેન્ટ્સ બનાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt)

4. કિશ્વરી મર્ચન્ટ:
જાણીતી ટીવી અભિનેત્રી અને બિગ બોસની ભૂતપૂર્વ પ્રતિસ્પર્ધી કિશ્વરી મર્ચન્ટ પણ જલ્દી જ માતા બનવાની છે. કિશ્વરી અને તેના પતિ સુયશ રાયએ હાલ જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને એ વાતની જાણકારી ચાહકો સાથે શેર કરી હતી. તેમને ખુબ જ સુંદર અંદાજમાં જણાવ્યું હતું કે ઓગસ્ટમાં તે માતા-પિતા બનવાના છે. તેમને દરિયા કિનારે રેતીથી ઓગસ્ટ 2021 લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by halsey (@iamhalsey)

5. હૈલ્સી:
ગાયિકા હૈલ્સીએ પણ હાલમાં જ પોતાના બેબી બંમ્પને ફ્લોન્ટ કરતી તસ્વીર સોશિયલ મીડિયા ઉરપ શેર કરી હતી. અને એ જાણકારી આપી હતી કે તે જલ્દી જ માતા બનવાની છે. આ પહેલીવાર છે જયારે તે મા બનશે.

 

View this post on Instagram

 

A post shared by Gal Gadot (@gal_gadot)

6. ગૈલ ગૈડોટ:
વંડર વુમનની સ્ટાર ગૈલ ગૈડોટ ત્રીજીવાર માતા બનવાની છે. તેને હાલમાં જ પોતાના પરિવાર સાથેની તસ્વીર શેર કરીને એ જાણકારી આપી હતી કે તે ત્રીજીવાર પ્રેગ્નેન્ટ છે. આ પહેલા તેને બે દીકરીઓ છે.