ખબર મનોરંજન

મુકેશ ખન્નાથી રજનીકાંત સુધી, આ 6 સેલિબ્રિટીઓએ કેમ ઠુકરાવી હતી ‘ધ કપિલ શર્મા શો’ની ઓફર ?

ભલે કપિલ શર્માની કોમેડીને ઘણા લોકો સારી દવા માને છે, પરંતુ હજુ પણ આ 6 સેલિબ્રિટીઓ છે જેને કપિલ શર્માના આ કોમેડી શોથી દૂર જ રહ્યા છે

‘ધ કપિલ શર્મા’ના કોમેડી શોમાં બધા જ ફિલ્ડના લોકો આવે છે. કોરોના કાળમાં કપિલ શર્માએ કોરોના વોરિયરને ઇન્વાઇટ કર્યા હતા. થોડા સમય પહેલા બી.આર.ચોપરાની ‘મહાભારત’ની સ્ટાર કાસ્ટ પણ કપિલના શોમાં નજરે આવ્યા હતા. પરંતુ ‘મહાભારત’માં ભીષ્મ પિતામહનો રોલ નિભાવનાર મુકેશ ખન્નાએ ‘ધ કપિલ શર્મા શો’ માં એ કહીને આવવાનો ઇન્કાર કરી દીધો હતો કે ત્યાં પુરુષો મહિલાઓના કપડાં પહેરીને અશ્લીલ હરકતો કરે છે. કપિલનો આ શો વલગર છે. ઘણા એવા સેલિબ્રેટી છે જેને કોઈને કોઈ કારણે કપિલ શર્મા શોમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો અથવા તો હજુ સુધી નજરે નથી આવ્યા.

1.સચિન તેંડુલકર 

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

બતાવવામાં આવી રહ્યું છે કે, જયારે પૂર્વ ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બાયોપિક ‘સચિન :એ બિલિયન ડ્રિમ્સ’ રિલીઝ થઇ હતી. તે સમયે ‘ધ કપિલ શર્મા શો’ માં સચિનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર કપિલ શર્મા શોમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો. જયારે કપિલ આ શોમાં ઘણા ક્રિકેટર્સ અને ત્યાં સુધી કે નવજોત સિધ્ધુ પણ તેની પત્નીને બોલાવી ચુક્યો છે.

2. મુકેશ ખન્ના

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna) on


મહાભારતમાં ‘ભીષ્મ પિતામહ’નો રોલ નિભાવનાર મુકેશ ખન્નાએ થોડા દિવસ પહેલા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, કપિલ શોમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો. મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે,આ શો વાહિયાત અને વલગર છે. શોમાં પુરુષો મહિલાઓના કપડાં પહેરીને હરકતો કરતા હોય છે.

3.નાના પાટેકર

 

View this post on Instagram

 

A post shared by Nana patekar (@nana.patekar) on


બૉલીવુડ એક્ટર નાના પાટેકર પણ કપિલ શર્મા શોથી દૂર રહ્યો છે. વર્ષ 2015માં જયારે ‘વેલકમ બૈક’ રીલીઝ થઇ હતી તે સમયે જોન અબ્રાહમ અને અનિલ કપૂર કપિલના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં પહોંચ્યા હતા. પરંતુ ફિલ્મના લીડ રોલ નિભાવી રહેલા નાના પાટેકર દૂર રહ્યા હતા.

4.રજનીકાંત 

 

View this post on Instagram

 

A post shared by Rajini Fans Team (@rajinifansteam) on

સુપરસ્ટાર રજનીકાંતને પણ કપિલ શર્મા તેના શો ‘ ધ કપિલ શર્મા શો’ માં બોલાવવા માંગતો હતો. પરંતુ કપિલ શર્માની આ સપનું અધૂરું રહી ગયું હતું. પરંતુ કપિલને ઉમ્મીદ છે કે, કોઈક દિવસ તો રજનીકાંત તેના શોમાં જરૂર પધારશે.

5.આમિર ખાન

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

બૉલીવુડ એક્ટર આમિર ખાન પણ ‘ધ કપિલ શર્મા શો’ થી દૂર છે. એવું કંઈ જ નથી કે આમિર ખાન કોઈ કારણે કપિલ શર્મા શોમાં નથી આવ્યું. આમિર ખાન કોઈ રિયાલિટી શોમાં તેના ફિલ્મના પ્રમોશનમાં જતા નથી. પરંતુ તે એકવાર કરણ જોહરના ચેટ શોમાં જરૂર નજર આવશે.

6.મહેન્દ્રસિંહ ધોની 

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

કપિલ શર્માએ કેપ્ટન એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીને ઘણીવાર તેના શોમાં બોલાવવાની કોશિશ કરી છે. જયારે ધોનીની બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ આવી હતી ત્યારે કપિલ શર્મા અને તેની ટીમે ધોનીને શોમાં લાવવા માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ માહિતી મળી હતી કે, ધોની ફિલ્મને પ્રમોટ કરવા માટે ‘ધ કપિલ શર્મા શો’માં જવા માટે રાજી ના હતો. રિપોર્ટ્સ મુજબ એમએસ ધોની તેના વ્યસ્ત શેડ્યુઅલને કારણે કપિલ શર્મા શોમાં ગયો ના હતો. કપિલ શર્મા શોમાં અત્યાર સુધી હરભજન સિંહથી લઈને યુવરાજ, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા શોમાં નજરે આવી ચુક્યા છે.