મનોરંજન

આપણા ફેવરેટ આ 6 બોલિવૂડ સ્ટાર્સને નથી ભારતમાં વોટ કરવાનો અધિકાર, 5મા નંબરના સ્ટાર વિશે જાણીને તો ચોંકી જશો

દેશભરમાં 17મી લોકસભા માટે ચૂંટણી શરુ થઇ ગઈ છે. ચૂંટણી સાત ચરણમાં યોજાઈ રહી છે, એ 11 એપ્રિલથી લઈને 19 મેં સુધી ચાલશે. અને 23 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આજે વાત કરીએ એવા બોલીવૂડના સ્ટાર્સ વિશે જેમનું નામ મતદારોની યાદીમાં દૂરદૂર સુધી નથી. જેમાં બોલીવૂડના ખેલાડી અક્ષય કુમારનું નામ પણ સામેલ છે.

Image Source

કેટરીના કૈફ:

સૌથી પહેલા વાત કરીએ કેટરીના કૈફની, તો લોકસભાની ચૂંટણીની મતદાર યાદીમાં કેટરીના કૈફનું નામ નથી આવતું. તેની પાસે બ્રિટિશ નાગરિકત્વ છે, જેને કારણે તેને ભારતમાં વોટ આપવાનો અધિકાર નથી. એમ તો તેનું બાળપણ તેમના પિતાના કામકાજના કારણે વિશ્વના જુદાજુદા દેશોમાં વીત્યું હતું.

Image Source

નરગીસ ફખરી:

બોલિવૂડમાં ફિલ્મ રોક્સ્ટારથી ઓળખ મેળવનાર નરગીસ ફખરીનો જન્મ ન્યુયોર્કમાં થયો હતો અને તેમને ભારતમાં વોટ આપવાનો અધિકાર નથી. તેની પાસે અમેરિકાની નાગરિકતા અને અમેરિકન પાસપોર્ટ છે. તેમના પિતા મૂળે પાકિસ્તાની અને માતા ચેઝ રિપબ્લિકન છે, પરંતુ પિતા કામકાજ અર્થે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા.

Image Source

જૈકલીન ફર્નાન્ડિસ:

આપણે બધા જ જાણીએ છીએ કે બોલિવૂડની અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ શ્રીલંકાની નાગરિક છે, તેનો જન્મ મનામા (બહેરીન)માં થયો હતો. તેમના પિતા એલરોય ફર્નાન્ડિસ શ્રીલંકન તામિલિયન છે અને તેમની માતા કિમ મલેશિયાની છે. જેથી જેકલીનને ભારતમાં વોટ કરવાનો અધિકાર નથી.

Image Source

ઇમરાન ખાન:

તમે જાણીને ચોક્કસ જ કે આમિર ખાનનો ભાણેજ, અભિનેતા ઇમરાન ખાન પણ ભારતનો નાગરિક નથી અને તેને ભારતમાં વોટ કરવાનો અધિકાર નથી. એ અમેરિકાના વિસ્કોન્સિનના મેડિસનમાં જન્મ્યા હતા. તેથી તેની પાસે અમેરિકાનું નાગરિકત્વ અને અને પાસપોર્ટ છે.

Image Source

આલિયા ભટ્ટ:

આ યાદીમાં આલિયા ભટ્ટનું નામ વાંચીને ચોક્કસથી હેરાની થઇ હશે પણ આલિયા ભટ્ટ પાસે ભારતની નાગરિકતા નથી. તેમની માતા સોની રાઝદાન બર્મિંગહામથી છે અને તેમની પાસે બ્રિટિશ નાગરિકતા છે. આ જ કારણ છે કે આલિયા પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ અને નાગરિકતા છે.

Image Source

અક્ષય કુમાર:

સૌથી છેલ્લે વાત કરીએ ખેલાડી કુમારની, તો તેમની પાસે કેનેડાની નાગરિકતા છે અને તેમનો પાસપોર્ટ પણ કેનેડાથી નોંધાયો છે. નોંધનીય છે કે અક્ષય કુમારને કેનેડાની નાગરિકતા સન્માન તરીકે મળી છે. તેમને કેનેડાની યુનિવર્સીટી ઓફ વિંડસરથી ઓનરરી ડૉક્ટરેટ લૉની ડિગ્રી મળી છે. એ પછી તેમને કેનેડાની ઓનરરી સિટિઝનશીપ પણ આપવામાં આવી છે. એવામાં અક્ષય કુમારનું નામ ભારતના મતદારોની યાદીમાં નથી.