મનોરંજન

પાયલ રોહતગી સહીત આ સિતારાઓ ખાઈ ચુક્યા છે જેલની હવા, 5 નંબર વાળીએ જોરદાર કાંડ કરેલો

મૉડેલ અને અભિનેત્રી પાયલ રોહતગીની 15 ડિસેમ્બરે પોલીસે ધરપકડ કરી લીધી હતી જેના પછીના બે દિવસ પછી તેને જામીન મળી ગઈ હતી. પાયલે સોશિયલ મીડિયા પર ગાંધી-નહેરુ પરિવાર પર આપત્તીજનક પોસ્ટ કરી હતી. પાયલ જ નહિ બોલીવુડના એવા અન્ય પણ ઘણા સિતારાઓ છે જેઓ જેલની હવા ખાઈ ચુક્યા છે.

Image Source
Image Source

1. સલમાન ખાન:

બોલીવુડના દબંગ ખાન તરીકે જાણીતા અભિનેતા સલમાન ખાનની કાળા હરણના શિકાર કરવાને લીધે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો સપ્ટેમ્બર 1998 માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ ના શૂટિંગના સમયનો છે.

Image Source

2. શાઈની આહુજા:

ફિલ્મ ગેન્ગસ્ટરથી દર્શકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવનારા અભિનેતા શાઇની આહુજા પણ ગિરફ્તાર થઇ ચુક્યા છે. રેપ કેસમાં દોષિત આ અભિનેતાને અદાલતે સાત વર્ષ માટે સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી.

Image Source

3.સંજય દત્ત:

1993 માં સંજય દત્ત પર અવૈધ રૂપથી પિસ્ટલ અને એકે-56 રાઇફલ રાખવાનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને દોષી કરાર આપતા પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

Image Source

4. રાજપાલ યાદવ:

પોતાની કૉમેડીથી દરેકને હસાવનારા રાજપાલ યાદવની પણ ધરપકડ કરવામાં આવી ચુકી છે. પાંચ કરોડનો ચેક બાઉન્સ થવાને લીધે રાજપાલને હાઇકોર્ટે ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. રાજપાલ યાદવે ઇન્દોર નિવાસી સુરેન્દર સિંહ સાથે વ્યક્તિગત જરૂરિયાત માટે પૈસા ઉધાર લીધા હતા. આ રકમ પાછી આપવા માટે રાજપાલે એક્સિસ બેન્ક મુંબઈનો એક ચેક સુરેન્દર સિંહને આપ્યો હતો, જે સપ્ટેમ્બર 2015 ના રોજ બેંકમાં જમા કરવા પર બાઉંસ થઇ ગયો હતો.

Image Source

5. મોનીકા બેદી:

અન્ડરવર્લ્ડ ડૉન અબૂ સલેમની પ્રેમિકા કહેવામાં આવતી મોનિકા બેદી પણ જેલની હવા ખાઈ ચુકી છે. મોનીકા ફર્ઝી પાસપોર્ટના મામલામાં ડિસેમ્બર 2006 થી જુલાઈ 2007 સુધી ભોપાલની જેલમાં કૈદી બનીને રહી હતી.