વજન વધવાની સમસ્યા આજે મોટાભાગના લોકોમાં જોવા મળતી હોય છે, લોકો વજન ઘટાડવા માટે કેટ કેટલાય ઉપાયો કરતા હોય છે પરંતુ તેમને યોગ્ય પરિણામ નથી મળતાં, આ લોકડાઉનના કારણે લોકો પોતાના ઘરની અંદર જ છે, ના તે ચાલવા માટે બહાર જઈ શકે છે ના જિમમાં તેના કારણે આ સમસ્યા વધવાની શરૂઆત ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જો કે હાલમાં લોકડાઉનમાં છૂટછાટ મળી હોવાના કારણે ઘરની બહાર ચાલવા માટે તો જઈ શકાય છે પરંતુ હજુ પણ જિમ નથી ખુલ્યા જેના કારણે વજન ઉતારવામાં એટલો ફાયદો નહીં મળે, જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા હોય તો આ 6 નિયમો વિષે પહેલા જાણી લેવું જોઈએ. નહિ તો તમારી મહેનત પણ બેકાર જશે.

પાણી છે તમારા માટે વરદાન:
જો તમે વજન ઘટાડવા માટે વિચારી રહ્યા છો તો તમારી ખાણીપીણી પણ બદલવી પડશે, પરંતુ પાણી તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે, વજન ઘટાડવા માટે તમારે દિવસ દરમિયાન 9થી 12 ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ. જમવાના 30 મિનિટ પહેલા એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ જેના કારણે તમે વધારે પડતા ખોરાકથી પણ બચી શકો છો. માત્ર આ એક આદતથી તમે મહિમા 44% જેટલું વજન ઘટાવી શકો છો. પાણી તમારા શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢી નાખે છે અને તમને ભૂખ લાગવાનો અનુભવ પણ નથી થવા દેતો.

રોજ થોડું ચાલવાની આદત રાખવી:
જો તમે જિમમાં જઈને કસરત કરી રહ્યા હોય કે પછી બગીચામાં જઈને વ્યાયામ કરતા હોય તો પણ તમારે ફેટ બર્ન કરવા અને વજન ઘટાડવા માટે રોજ પગે ચાલવું જોઈએ, વોક કરવું એ ધીમી પરંતુ એક અસરકાક કસર છે. જે તમારા મેટાબોલિજ્મને વધારે છે. ચાલવા ઉપરાંત તમે જોગિંગ, સાઈકલિંગ અને સ્વિમિંગ પણ કરી શકો છો. કસરત ઉપરાંત આ ફિજિકલ એક્ટિવિટી તમારા સ્ટ્રેસને ઓછો કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. તમને જાણીએ એ પણ નવાઈ લાગશે કે સ્ટ્રેસ વજન વધવાનું પણ એક કારણ છે.

ખરાબ ફેટ વળી વસ્તુઓને છોડો સારા ફેટવાળી નહિ:
વજન ઘટાડવાના ચક્કરમાં આપણે ઘણીબધી વસ્તુઓ ખાવાની છોડી દેતા હોઈએ છીએ, આપણે સૌ એમ પણ માનીએ છે કે વજન વધવાનું કારણ પણ ફેટ છે, પરંતુ ફેટ એક પ્રકારના નહિ બે પ્રકારના હોય છે સારા ફેટ અને ખરાબ ફેટ. બહારના જંક ફૂડ, પ્રોસેડ ફૂડ, પેકેટમાં આવતા સ્નેક્સ, કોલ્ડ્રિંક્સ જેવી વસ્તુઓમાં ખરાબ ફેટ હોય છે માટે આવી વસ્તુઓ ના ખાવી જોઈએ, પરંતુ સારા ફેટ તરીકે પણ એક ફેટ છે અને તે છે ઓમેગા-3 એસિડ. આ ફેટ તમને માછલી, નટ્સ, બીજ, ઓલિવ ઓઇલ અને નાળિયેરમાંથી મળે છે.

દૈનિક થોડું વિટામિન ડી પણ છે જરૂરી:
સાત કસરત કરવાના કારણે વજન તો ઘટે જ છે સાથે સાથે તમારું શરીર પણ કમજોર બનતું જાય છે. હાડકાની કમજોરી માટે અને શરીરના ઘણા ફંક્શનને યોગ્ય વિટામિન ડી ખુબ જ જરૂરી છે. વિટામિન ડી ખાવાપીવાની વસ્તુઓમાંથી ખુબ જ ઓછું મળે છે. વિટામિન ડી મેળવવા માટેનું સૌથી પ્રાકૃતિક સ્ત્રોત છે સૂર્યના કિરણો. માટે રોજ સવારે તમારે સામાન્ય તડકામાં 15થી 30 મિનિટ સુધી બેસવું જોઈએ, આ ઉપરાંત થોડું રમવું તેમજ યોગાસન અને તડકામાં વ્યાયામ પણ કરવો જોઈએ.

તમારું લક્ષ નક્કી કરો:
ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં વજન ઘટાડવા માટે તેમની અંદર ભારે ઉત્સાહ જોવા મળે છે પરંતુ સમય જતા તેમનો એ ઉત્સાહ ઠંડો પાડવા લાગી જાય છે. માટે જો તમે ખરેખર વજન ઘટાડવા મંગતા હોય તો તમારે એક નિર્ણય લેવો ખુબ જ આવશ્યક છે. તમારું લક્ષ નક્કી કરો અને ક્યાંક લખી લો, જેના કારણે જયારે પણ તમારું મન બદલાય ત્યારે તમે જ લખેલું એ લક્ષ તમને યાદ આવે.

કસરત, ડાયટ અને લાઇફસ્ટાઇલ ત્રેણય યોગ્ય રાખવાથી જ ઘટે છે વજન:
ઘણા લોકો એમ માનતા હોય છે કે રોજ કસરત કરવાના કારણે વજન ઘટી જશે, પરંતુ આ વાત ખોટી છે. વજન ઘટાડવા માટે યોગ્ય કસરત સાથે તમારું ડાયટ અને લાઇફસ્ટાઇલ આ ત્રેણય વસ્તુઓ ખુબ જ જરૂરી છે. ઘણા લોકો કસરત કર્યા બાદ કેટલોક એવો ખોરાક લેતા હોય છે જેના કારણે વજન ઘટવામાં કોઈ મદદ નથી મળતી તો ઘણા લોકો એમ પણ વિચારે છે કે ઓછું ખાવાથી વજન ઘટી જશે, પરંતુ યોગ્ય કસરત સાથે યોગ્ય ડાયેટ પણ ખુબ જ જરૂરી છે. સાથે સાથે તમારી લાઇફસ્ટાઇલ પણ યોગ્ય રાખવી જરૂરી છે. તેના માટે તમે કોઈ ડાયટિશિયન, ટ્રેનર અથવા તો ઑન્લીર્ન ટ્યુટોરીયલની પણ મદદ લઈ શકો છો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.