ઇસ્કોન બ્રિજ પરના ગોઝારા અકસ્માતમાં થયો મોટો ખુલાસો, તથ્ય સાથે કારમાં રહેલા લોકોએ કહી એવી વાત કે તમે પણ રહી જશો હેરાન, જુઓ

ક્યાંથી આવી હતી ફૂલ સ્પીડમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનારી જેગુઆર કાર ? કોણ હતું અંદર સવાર ? જે તથ્યને માર મારતો જોઈને થઇ ગયા હતા રફુચક્કર, જુઓ તેમની ધપરકડ બાદનો વીડિયો

6 arrested in ISKCON accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ ગત રાત્રે જે અકસ્માતની ઘટના સામે આવી તેને આખા ગુજરાતના હોશ ઉડાવી દીધા છે અને લોકોના રૂંવાડા પણ ઉભા કરી દીધા છે. કારણ કે આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા, જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સર્જાયો એ પહેલા જ એ જગ્યા પર એક અન્ય અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર કાર એક ટેન્કરની પાછળ ઘુસી ગઈ હતી. (તમામ તસવીરો/વીડિયો પરથી લીધેલ) (તમામ માહિતી સોર્સ : સંદેશ, દિવ્ય ભાસ્કર, GSTV)

જેગુઆરમાં હતા 6 લોકો સવાર :

આ અકસ્માત બાદ લોકો બચાવ કામગીરી કરવા અને જોવા માટે ત્યાં ભેગા થયા હતા, હજુ તો અકસ્માત થયાને થોડીવાર પણ નહોતી થઇ, ત્યાં એક પુરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા ટોળાને હડફેટે લીધું, જેના કારણે 9 લોકોના મોત થયા. આ કારને તથ્ય પટેલ નામનો યુવક ચલાવી રહ્યો હતો. જેના પિતા ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ છે. આ અકસ્માત સમયે કારની અંદર કુલ 6 લોકો સવાર હતા. ત્યારે અકસ્માત થયા બાદ તથ્યને માર મારતા તેના મિત્રો ફરાર થઇ ગયા હતા.

3 યુવતીઓ અને 2 યુવકો હતા સામેલ :

ત્યારે હાલ પોલીસે તથ્ય પટેલના 5 મિત્રો સહીત તેના પિતાની પણ અટકાયત કરી લીધી છે. તથ્યના મિત્રોમાં 3 યુવતીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. જેગુઆરમાં આગળની સીટ પર આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી.

 

લાયસન્સ રદ્દ થવાની સંભાવના :

તથ્ય સાથે રહેલા તમામ મિત્રો તેની સાથે જ અભ્યાસ કરે છ. ત્યારે આ મામલે હજુ વધુ એક ખુલાસો પણ થયો છે કે તથ્યને 11 ફેબ્રુઆરી 2022ના રોજ જ ટુ વ્હીલર અને 4 વ્હીલરનું લાયસન્સ મળ્યું હતું. લાયસન્સ પ્રમાણે તેની જન્મ તારીખ 20/12/2003 છે. ત્યારે લાયસન્સની વેલેડિટી હજુ 20 વર્ષની છે, પરંતુ આ અકસ્માત બાદ તેનું લાયસન્સ પણ રદ્દ થઇ શકે છે. ત્યારે પોલીસે હાલ એક કમિટી બનાવી છે અને તમામની પુછપરછ કરવામાં આવી રહી છે.

અંધારાના કારણે થયો અકસ્માત :

ત્યારે આ નાગે એવો પણ ખુલાસો થયો છે કે કારની સ્પીડ 160 જેટલી હતી, આ ઉપરાંત કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને બહારનો અવાજ પણ નહોતો સંભળાઈ રહ્યો, ગાડીમાં સવાર 6 લોકો મસ્તી કરી થયા હતા. ગાડીમાં સવાર લોકોએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે તે રાત્રે નીકળ્યા ત્યારે ઇસ્કોન બ્રિજ પર સ્ટ્રીટ લાઈન ના હોવાના કારણે કઈ દેખાયું નહિ અને અકસ્માત સર્જાયો, ત્યાં ખુબ જ અંધારું હતું અને લોકોની ભીડ પણ હતી એવું પણ તેમને જણવ્યું.

Niraj Patel