મનોરંજન

આ 6 બૉલીવુડ હસીનાઓએ અભિનતાઓને છોડી ક્રિકેટર સાથે કર્યા લગ્ન, 3 નંબરનું કપલ તો છે સૌનું ફેવરિટ

બૉલીવુડ ક્રિકેટનો જૂનો સંબંધ છે, મોટાભાગે ક્રિકેટરની સાથે અભિનેત્રીઓના અફેરની ખબરો આવે છે, પરંતુ આ અભિનેત્રીઓએ કાર્ય છે ક્રિકેટર સાથે લગ્ન

બૉલીવુડ અને ક્રિકેટને ઘણો જૂનો સંબંધ છે, ક્રિકેટ સાથે જોડાયેલા ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓના અફેરની ખબર હંમેશા આવતી રહે છે. જેમાંથી ઘણી અભિનેત્રીઓ ક્રિકેટર સાથે લગ્ન કરી અને પોતાનું જીવન જીવતી હોય છે, આજે અમે તમને એવી 6 અભિનેત્રીઓ જણાવીશું જેમને ક્રિકેટર સાથે લગ્ન કર્યા છે.

Image Source

1. સંગીત બિજલાની:
90ના દશકની ખ્યાતનામ અભિનેત્રી સંગીતા બિજલાનીએ 1996માં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહોમ્મદ અઝરૂદ્દીન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબુ ચાલ્યા  નહીં અને 2010માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. સંગીત બિજલાનીનું નામ અભિનેતા સલમાન ખાન સાથે પણ જોડાયું હતું.

Image Source

2. હેજલ કીચ:
સલમાન ખાનની ફિલ્મ “બોડીગાર્ડ”માં કરિનાની ફ્રેન્ડ બતાવનાર અભિનેત્રી હેજલ કીચે ભારતીય ટીમના ક્રિકેટર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. બંને ખુબ જ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

Image Source

3. અનુષ્કા શર્મા:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને વર્ષ 2013માં એક એડ ફિલ્મમાં મળી હતી, એ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો અને 2017માં ઇટલીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ કપલ પણ આજે ખુબ વખણાય છે.

Image Source

4. સાગરિકા ઘાટકે:
શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ “ચક દે ઇન્ડિયા”થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સાગરિકાનું દિલ ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઝહીર ખાન ઉપર આવ્યું હતું અને બંનેએ 2017માં લગ્ન કરી લીધા હતા.

Image Source

5. નતાશા:
બોલીવુડની અભિનેત્રી નતાશાનું દિલ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉપર આવ્યું હતું, અને બંને રોમાન્ટિક અંદાઝમાં સગાઈ પણ કરી લીધી હતી, જો કે તેમના લગ્નના કોઈ સમાચાર હજુ આવ્યા નથી, પરંતુ લોકદડાઉન દરમિયાન નતાશા પ્રેગ્નેટ હોવાની ખબર અને તેનો બેબી બમ્પ જરૂર જોવા મળ્યો.

Image Source

6. ગીતા બસરા:
ફિલ્મ :ધ ટ્રેન”ની સુંદર અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર હરભજન સિંહનું અફેર પણ ચાલી રહ્યું હતું, આ બંનેનું અફેર દરમિયાન પણ સૌ શાંત હતા અને તેમને બંનેએ 2015માં લગ્ન કરી લીધા હતા.