ઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે આ 6 અભિનેત્રીઓ, કોઈને ઘરેથી કાઢી મૂકી તો કોઈના પતિએ કર્યો સૌદો

બૉલીવુડ ફિલ્મોમાં તમે લવ અને દગો જોયું હશે પણ રિયલ લાઈફમાં એ એનાથી પણ વધુ ખરાબ હોય છે, જાણો વિગત

બૉલીવુડ ફિલ્મોની કહાનીઓમાં તમે લવ, બ્રેકઅપ, દગો વગેરે જોયું હશે પણ અસલ જીવનમાં પણ આ કલાકરોના જીવન અંધાકરથી ભરેલા હોય છે. આ તે કલાકાર છે જેમણે મીડિયાની સામે પોતાની આપબીતી દિલ ખોલીને જણાવી છે. એવામાં આજે અમે તમને બોલીવુડની તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે નામ, પૈસા, ઇજ્જત ખુબ કમાયું પણ એક સમય એવો પણ આવ્યો કે તેમના જીવનમાં માયૂસી આવી અને બધું જ બદલાઈ ગયું.

1. મંદાના કરીમી:

Image Source

મંદાનાએ બિઝનેસમૈન ગૌરવ ગુપ્તા સાથે 25 જાન્યુઆરી 2017 માં રોજ લગ્ન કર્યા હતા. પણ લગ્નના 6 મહિના પછી બંને વચ્ચે તિરાડ આવી ગઈ. મંદાનાએ પોતાના પતિના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દર્જ કરાવ્યો હતો. આ સિવાય મંદાનાએ પોતાની જરૂરિયાતો માટે 10 લાખ રૂપિયા મેન્ટેનન્સ ચાર્જની માંગ કરી હતી.

2. દીપશિખા નાગપાલ:

Image Source

દિશખાએ પણ પોતાના પતિ કેશવ અરોરા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં તેને એવું પણ કહ્યું કે તેના પતિએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેણે પોતાના લગ્નને બીજો મૌકો પણ આપ્યો હતો પણ અંતે તેણે છૂટાછેડા લેવાનું જ ઉચિત સમજ્યું.

3. જીનત અમાન:

Image Source

પહેલાના જમાનાની લોકપ્રિય અને સફળ અદાકારા જીનત પણ મારપીટનો શિકાર થઇ ચુકી છે. સંજય ખાન જીનતના પહેલા પતિ હતા પણ બંન્ને વચ્ચે કઈ ખાસ સંબંધ ટક્યો ન હતો, જીનતએ બીજા લગ્ન મઝહર ખાન સાથે કર્યા હતા, જેનાથી થી તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ હતી.

4. શ્વેતા તિવારી:

Image Source

શ્વેતા તિવારીએ પણ પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. અભિનવ દારૂના નશામાં ધૂત થઈને શ્વેતા અને તેની દીકરી પલક ચૌધરી પર મારપીટ કરતો હતો. પલક ચૌધરી શ્વેતાના પૂર્વ પતિની દીકરી છે. આરોપ પછી અભિનવની ધરપકડ પણ કરવામાં આવી હતી.

5. સૌમ્યા સેઠ:

Image Source

ટીવી શો નવ્યા થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી સૌમ્યા સેઠ પણ ઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે. તેની કારકિર્દી માત્ર પાંચ વર્ષની જ રહી હતી. લગ્ન પછી તેણે ટીવી દુનિયાથી દુરી બનાવી લીધી હતી. જણાવી દઈએ કે સૌમ્યા સેઠ અભિનેતા ગોવિંદાની ભાણી છે.

6. કરિશ્મા કપૂર:

Image Source

વર્ષ 2003 માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લવ મેરેજ કર્યા હતા, જો કે બંને વચ્ચે મતભેદ થવાને લીધે વર્ષ 2016 માં બંને અલગ થઈ ગયા હતા. મળેલી જાણાકારીના આધારે બંન્ને જ્યારે હનીમૂન પર ગયા હતા ત્યારથી જ બંને વચ્ચે કઈ ખાસ ઠીક ચાલી રહ્યું ન હતું. આ સિવાય એવું પણ જાણવા મળ્યું હતું કે સંજયે કરિશ્માનો સૌદો કરવાની પણ કોશિશ કરી હતી.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`