નસીબ ખુલી ગયા આ 6 અભિનેતાઓના, એટલી અમીર પત્નીઓ મળી કે…વાહ મોજે દરિયા
બોલીવુડમાં ઘણાં એવા અભિનેતાઓ છે જેમને અભિએત્રીઓ સાથે જ લગ્ન કર્યા છે, અને તે અભિનેત્રીઓ પણ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ હોવાની સાથે સાથે ખુબ જ ધનવાન પણ હતી, તો ઘણા અભિનેતાઓએ ખ્યાતનામ અભિનેતાઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા તો કોઈએ બિઝનેસમેનની દીકરીઓ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાતે તેમની પણ કિસ્મત બદલાઈ, ચાલો આજે એવા 6 અભિનેતાઓ વિશે જાણીએ જેમની પત્નીઓ પણ ધનવાન હતી.

કૃણાલ ખેમુ:
અભિનેતા કૃણાલ ખેમુને તો આપણે સૌ જાણીએ જ છીએ, કૃણાલને પણ ખુબ જ ધનવાન પત્ની મળી છે. કૃણાલે સૈફ અલી ખાનની બહેન અને પટોળી પરિવારની દીકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે. સોહા ખુબ જ ધનવાન અને નવાબ પરિવારમાંથી આવે છે.

કૃણાલ કપૂર:
અભિનેતા કૃણાલ કપૂરને તમે રંગ દે બસંતી ફિલ્મમાં જોયો હશે, તેને આ ફિલ્મમાં અભિનય દ્વારા દર્શકોનું દિલ જીત્યું હતું, તેની પત્ની નૈના પણ ખુબ જ શાહી પરિવારમાંથી આવે છે. નૈના અમિતાભ બચ્ચનના નાના ભાઈ અભિજીત બચ્ચનની દીકરી છે.

અક્ષય કુમાર:
અભિનેતા અક્ષય કુમાર આજે બોલીવુડનો સૌથી સફળ અભિનેતા માનવામાં આવે છે. અક્ષય કુમારે અભિનેત્રી ટવિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે, જેના પિતા પણ રાજેશ ખન્ના બોલીવુડના એક સમયના સુપર સ્ટાર હતા.

ધનુષ:
સાઉથના સુધી પ્રખ્યાત અભિનેતાઓમાં ધનુષનું પણ નામ મોખરે છે. ધનુષે પણ સાઉથના સુપરસ્ટાર અને ભગવાન તરીકે ઓળખાતા અભિનેતા રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા છે.

શર્મન જોશી:
શર્માં જોશી પણ બોલીવુડના એક સફળ અભિનેતાઓના લિસ્ટમાં છે. શર્મને પણ બોલીવુડના પ્રખ્યાત ખલનાયક તરીકે ઓળખતા અભિનેતા પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા ચોપડા સાથે લગ્ન કર્યા છે.

અજય દેવઘન:
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને બોલીવુડની સુંદર જોડીઓમાં એક નામ અજય દેવઘન અને કાજોલનું પણ આવે. આ બંનેએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. બંને બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અને અભિનેત્રી હતા સાથે કાજોલ પણ એક સમયની સુપ્રસિદ્ધ અભિનેત્રી તનુજાની દીકરી હતી.