પાંચમા ધોરણના વિદ્યાર્થીએ ફાંસી લગાવી કરી આત્મહત્યા, જાણો કારણ

વાલીઓ ચેતજો: ઓનલાઇન ક્લાસ બાદ બાથરૂમમાં ગયો પાંચમા ધોરણનો વિદ્યાર્થી અને સ્કૂલ ટાઇથી લગાવી લીધી ફાંસી

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અહીં પાંચમાં ધોરણમાં ભણતા એક બાળકે બાથરૂમમાં જઈ અને પોતાની સ્કૂલની ટાઇથી ફાંસો ખાઇ લીધો.

આ ઘટના બુધવારે સાંજે ગ્વાલિયરની દર્પણ કોલોનીમાં બની હતી. જ્યાં એન્જિનિયર અલ્કેશ સક્સેનાના 11 વર્ષીય પુત્રએ ઓનલાઈન ક્લાસમાં ભાગ લીધા પછી બાથરૂમમાં જઈને આ ભયાનક પગલું ભર્યું હતું. જ્યારે નિર્દોષના પરિવારનાં લોકોએ તેને આ સ્થિતિમાં જોયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે બાળકને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, તે બાથરૂમમાં જવાનું કઈને ગયો હતો. લાંબા સમય બાદ બહાર ન આવતાં પરિવારજનોએ બોલાવ્યો પરંતુ જ્યારે કોઈ હિલચાલ નહોતી,જ્યારે તેણે બારીમાંથી જોયું,તો તે ફાંસીથી લટકી રહ્યો હતો.આ મામલોની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

આ ઘટના બાદ ઓનલાઇન વર્ગો પર લોકો સવાલ ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખરે વર્ગમાં એવું તો શું બન્યું કે તે બાથરૂમમાં ગયો અને પાછો ન આવ્યો. જણાવી દઈએ કે, બાળક શહેરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. પોલીસ હાલમાં તમામ ખૂણાઓની તપાસ કરી રહી છે. તો, ફોરેન્સિક ટીમને બોલાવીને તે સીન રિક્રિએટ કરાવીને ઘટનાનું સાચું કારણ શોધવામાં આવી રહ્યુ છે.

Shah Jina