ખબર

ગુજરાતમાં કોરોના એ ધૂમ મચાવી, 24 કલાક રેકોર્ડબ્રેક 580 કેસ, સુરતીઓ ખાસ વાંચજો

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડનો હવે ભારતમાં પણ રાફડો ફાટ્યો છે. રાજ્ય મહારાષ્ટ્ર અને દિલ્હીની સ્થિતિ કફોડી થતી જાય છે તો ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

24 કલાકમાં 580 ન્યુ કેસ નોંધાયા છે. જેમાં 23 દિવસ દરમિયાન અમદાવાદમાં આજે સૌથી ઓછા 273 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં તો નવો રેકોર્ડબ્રેક 176 કેસ નોંધાયા છે.

આજના ન્યુ કેસોની વાત કરીએ તો અમદાવાદ ૨૭૩, સુરત ૧૭૬, વડોદરા ૪૧, ગાંધીનગર ૧૫, ભરૂચ ૧૦, અરવલ્લી ૯, ભાવનગર ૮, જામનગર ૮, વલસાડ ૫, રાજકોટ ૪, આણાંદ ૪, પંચમહાલ ૪, પાટણ ૪, અમરેલી ૪, સાબરકાંઠા ૩, બનાસકાંઠા ૩, મહેસાણા ૨, જુનાગઢ ૨, બોટાદ ૧, દાહોદ ૧, સુરેન્દ્રનગર૧, દેવભૂમિ દ્વારકા ૧, ખેડા ૧ કેસ નોંધાયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.