ખબર

અમદાવાદ પછી હવે સુરતનો વારો નીકળ્યો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 563 ન્યુ કેસ-21નાં મોત

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 એ હવે ભારતમાં ભરડો લીધો છે. ભારતમાં કુલ કેસ 4,27,059 નોંધાયા છે, જેમાં એક્ટિવ 1,75,223 છે અને રીકર 2,38,067 દર્દી થઇ ગયા છે. ગુજરાતની વાત કરીએ તો હવે અમદાવાદ પછી સુરત સીટીમાં કોવિડનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ન્યુ કેસોની વાત કરીએ તો 563 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 314 કેસ અને સુરતમાં 132 કેસ નોંધાયા હતા. 21 દર્દીના મોત નિપજ્યા હતા તો 560 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 27880 પર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 1685 અને ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંક 19917 પર પહોંચ્યો છે.

આજના ન્યુ કેસોની વાત કરીએ તો અમદાવાદ ૩૧૪, સુરત ૧૩૨, વડોદરા ૪૪, જામનગર ૧૦, નર્મદા ૭, ગાંધીનગર ૭, જુનાગઢ ૭, આણંદ ૬, ભરૂચ ૫, મહેસાણા ૪, ખેડા ૩, ભાવનગર ૩, પાટણ ૩, મહીસાગર ૨, સાબરકાંઠા ૨, બોટાદ ૨, અમરેલી ૨, ગીર-સોમનાથ ૨, વલસાડ ૨, બનાસકાંઠા ૧, રાજકોટ ૧,નવસારી ૧, પંચમહાલ ૧, કચ્છ ૧, સુરેન્દ્રનગર ૧ કેસ નોંધાયો હતો.

રાજ્યમાં હાલ સુધીમાં કુલ 3 લાખ 29 હજાર 343 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2 લાખ 24 હજાર 139 લોકો ક્વોરન્ટીન છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.