યુટ્યુબ ઉપર માત્ર 55 સેકેન્ડનો આ વીડિયો વેચાયો.. અધધધ… આટલા કરોડમાં, જાણો એવું તો શું હતું ખાસ તેમાં

સોશિયલ મીડિયા અને ખાસ કરીને યુટ્યુબ ઉપર એવા ઘણા વીડિયો હોય છે જે જોનારને ખુબ જ પસંદ આવે છે અને તેમનું દિલ પણ જીતી લેતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 55 સેકેન્ડનો એક વીડિયો યુટ્યુબ ઉપર કરોડો રૂપિયામાં વેચાયો, જેના કારણે આખા જ પરિવારની કિસ્મત બદલાઈ ગઈ.

તમને પણ મનમાં થતું હશે કે એવું તો શું ખાસ હશે એ વીડિયોની અંદર કે તેને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યો. તો તમને જણાવી દઈએ કે આ વીડિયોની અંદર બે બાળકો છે, જેમની ક્યુટનેસ લોકોને એટલી બધી પસંદ આવી ગઈ કે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો.

આ વીડિયોને NFT (અપૂરણીય ટોકન)ના રૂપમાં હરાજી કરવામાં આવી. જેની અંતિમ બોલી પાંચ કરોડ રૂપિયા લાગી. વેબસાઈટ મેલ ઓનલાઇન પ્રમાણે યુએસના રહેવા વાળા આઇટી કંપનીના પ્રબંધક હાવર્ડ ડેવિસ કૈરે મેં 2007માં યુટ્યુબ ઉપર આ 55 સેકેન્ડનો વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલા બંને બાળકો હેરી અને ચાર્લીની ઉંમર તે સમયે ત્રણ અને ચાર વર્ષની હતી. આ વીડિયોને નામ આપવામાં આવ્યું છે “Charlie Bit My Finger”

Niraj Patel