ખબર

ગુજરાતમાં કોરોનાએ વધુ સ્પીડ પકડી, 24 કલાકમાં અધધધધ કોરોના ઝપટે ચડ્યા અને મૃત્યુ તો…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કરોડોનું નુકશાન કરાવ્યું છે અને વિશ્વમાં રોજના હજારો લોકો મૃત્યુ પામે છે. એવામાં હવે સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં રોજેરોજ નવા કેસ આવી રહ્યાં છે.

મુખ્ય વાત એ છે કે, અનેક જિલ્લાઓમાં બહારથી આવનારા લોકો કોરોના વાયરસના શિકાર વધુ બની રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાંથી રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ જેવા જિલ્લાઓમાં પહોંચેલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળી રહ્યાં છે.

હવે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડનાં વધુ 540 કેસો નોંધાતા લોકો ચકિત થઇ ગયા છે. જ્યારે એક દિવસમાં 27 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 340 જેટલાં દર્દીઓ તબિયત સુધરી ગઈ છે. આમ જોઈએ તો ગુજરાતમાં કોવિડ 19 પોઝિટિવનો કુલ આંક 26198, મોતનો કુલ આંક 1619 અને ડિસ્ચાર્જનો કુલ આંક 18167 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ન્યુ કોવિડ કેસની વાત કરીએ તો અમદાવાદ ૩૧૨, સુરત ૯૩, વડોદરા ૪૫, મહેસાણા ૧૨, ગાંધીનગર ૯, જામનગર ૯, ભરૂચ ૯, પાટણ ૮, અરવલ્લી ૭, રાજકોટ ૫, કચ્છ ૪, જુનાગઢ ૪, નર્મદા ૪, વલસાડ ૩, સાબરકાંઠા ૨, ભાવનગર ૨, ખેડા ૨, દાહોદ ૨, સુરેન્દ્રનગર ૨, બનાસકાંઠા ૧, મહીસાગર ૧, છોટા ઉદેપુર ૧, આણંદ ૧, પંચમહાલ ૧, અને નવસારીમાં ૧ કેસ નોંધાયો હતો.

આપણા રાજ્યમાં રાજ્યમાં ટોટલ એક્ટિવ કેસોની સંખ્યા 6412 થઇ ગઈ છે. જેમાંથી 67 પેશન્ટની હાલત સિરિયસ છે. જ્યારે 6345 દર્દીઓની હાલત સ્થિર છે. હવે મૃત્યુની વાત કરીએ તો અમદાવાદમાં- ૨૧, સુરતમાં ૪, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ૧-૧ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજયાં છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.