આ ભાઈની ચાલાકી તો જુઓ, મીઠાઈના ડબ્બામાં છુપાવી રાખી હતી 54 લાખ રૂપિયાની વિદેશી ચલણની નોટો, આ રીતે એરપોર્ટ ઉપર ઝડપાયો, વીડિયો વાયરલ

ઘણા લોકો એવા શાતીર દિમાગ હોય છે જેને જોઈને આપણી પણ બુદ્ધિ કામ કરતા બંધ થઇ જાય. ખાસ કરીને વિદેશથી આવતા લોકો સોનુ અને રોકડ લાવવા માટે એવી એવી ચાલાકી વાપરે છે કે જયારે તે એરપોર્ટ ઉપર પકડાય છે ત્યારે અધિકારીઓ પણ માથું ખંજળવાતાં રહી જાય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ મીઠાઈના ડબ્બામાં ખુબ જ ચાલાકીથી વિદેશી ચલણની 54 લાખની કરન્સી લઈને આવી રહ્યો હતો.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત સીઆઈએસએફના જવાનોએ એક દાણચોરીની રંગે હાથે ધરપકડ કરી છે. CISFના હાથે ઝડપાયેલા ગુનેગારો ખૂબ જ ચતુરાઈથી લાખો વિદેશી રૂપિયા દેશની બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISF ટીમ દ્વારા એક ભારતીય હવાઈ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 54 લાખ રૂપિયાની કિંમતના સાઉદી રિયાલ જપ્ત કરવામાં આવ્યા છે. મુસાફરની ઓળખ જસવિંદર સિંહ તરીકે થઈ છે. તે સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG-011થી દુબઈ જવાનો હતો.

સીઆઈએસએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સીઆઈએસએફની ટીમે ટર્મિનલ 3ના ચેક-ઈન વિસ્તારમાં ઉભેલા એક હવાઈ મુસાફરની શંકાસ્પદ હિલચાલ જોયા. શંકાના આધારે, તેને તેના સામાનની તપાસ કરવા માટે રેન્ડમ ચેકિંગ પોઇન્ટ તરફ વાળવામાં આવ્યો હતો. એક્સ-રે મશીનની તપાસ દરમિયાન તેની બેગની અંદર રાખેલા કેટલાક સામાનમાં છુપાયેલ ચલણની કેટલીક શંકાસ્પદ તસવીરો જોવા મળી હતી.

જેની માહિતી સીઆઈએસએફ અને કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી હતી અને તેમને ચેક-ઈન પ્રક્રિયા માટે જવા દેવામાં આવ્યા હતા અને તેમના પર નજર રાખવામાં આવી હતી. પેસેન્જરે ચેક-ઈન અને ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે જ તેને CISFની સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ટીમ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. જે બાદ મુસાફરને તેના સામાન સાથે કસ્ટમના ડિપાર્ચર પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના સામાનની તલાશી લેવામાં આવી હતી જેમાં 2.5 લાખ સાઉદી રિયાલ મળી આવ્યા હતા, જે બેગ અને મીઠાઈના બોક્સના ખોટા પડની અંદર હોશિયારીથી છુપાવવામાં આવ્યા હતા.

ભારતીય રૂપિયામાં તેની કિંમત 54 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન, વ્યક્તિ પાસેથી ચલણ સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજ મળી આવ્યો ન હતો, જેના આધારે CISFએ રિકવર કરાયેલી ચલણ જપ્ત કરી અને વસૂલ કરેલી રકમ આગળની કાર્યવાહી માટે અને પેસેન્જરને કસ્ટમને સોંપી દીધી.

Niraj Patel