આ રૂપસુંદરી તેના માટે શોધી રહી છે બોયફ્રેન્ડ, પણ તેના માટે રાખી છે 54 શરતો, લિસ્ટ જોઈને તો તમે પણ માથું પકડી લેશો… જુઓ

બોયફ્રેન્ડ બનાવવા માટે એક બે નહિ પરંતુ આ છોકરીએ તો રાખી લીધી 54 શરતો, જાણીને સોશિયલ મીડિયામાં પણ મચી ગઈ ધમાલ, જુઓ શું છે શરતો..

girl looking for boyfriend : દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં એકદમ પરફેક્ટ પાર્ટનર આવે. પરફેક્ટ પાર્ટનર શોધવા માટે ઘણા યુવક યુવતીઓએ કેટલાક માપદંડ પણ બનાવ્યા હોય છે. પરંતુ એક કહેવત છે ને કે “આ ધરતી પર માંગ્યું મોત પણ નથી મળતું.” ત્યારે મનગમતું પાર્ટનર મળવું પણ એક સપના સમાન બની જાય છે. (all image credit:julyjinku/instagram)

ત્યારે હાલમાં જ એક છોકરીએ એવી શરત મૂકી છે કે વાંચીને માથું પકડી લેશો. ખરેખર, યુવતીએ એક-બે નહીં પરંતુ 54 શરતો મૂકી છે. આટલું જ નહીં, તેણે પોતાની શરતોને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી તો લોકો ઘણી બધી બાબતોની ચર્ચા કરવા લાગ્યા.

મેક્સિકોની રહેવાસી જુલી જિંકુ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે બોયફ્રેન્ડની શોધમાં છે પરંતુ તેની પાસે 54 શરતો છે. તે કોઈ વ્યક્તિને પોતાનો બોયફ્રેન્ડ બનાવી શકતી નથી, પરંતુ જે તેની આ 54 શરતોનું પાલન કરશે તેને જ તે પોતાનો બોયફ્રેન્ડ બનાવશે. તેણે આ શબ્દોને 3 મુખ્ય ભાગોમાં વિભાજિત કર્યા છે.

છોકરીએ તેની શરતોને ટોચની જરૂરિયાતો, બીજી પ્રાથમિકતા અને વધારામાં વિભાજિત કરી છે. તેની શરતોમાં બાળકોની ઇચ્છા ન હોવી, રોમાંસ દરમિયાન પ્રભુત્વ ધરાવવું, તેનો મોટાભાગનો સમય મારી સાથે વિતાવવો, હંમેશા મને ભેટો આપવી, મને બહાર ડિનર પર લઈ જવા, મારી સાથે રહેવા અને મને રાખવાની ઇચ્છા રાખતો હોય.

તેને એમ પણ જણવ્યું કે તે મારું રક્ષણ કરે અને મારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે, ફિઝિકલ કોન્ટેક્ટ વધારે પસંદ હોય, સંપર્ક કેવી રીતે કરવો એ જાણતો હોય અને દયા ભાવ હોય મને સુરક્ષિત અનુભવાવે.  યુવતીએ તેની આગળની શરતોમાં કહ્યું કે મારી ઈર્ષ્યા ના કરે, પોતાની લાગણીઓને કેવી રીતે સાચવવી તે જાણતો હોય.

સ્માર્ટ હોય, શબ્દોની ખોટી જોડણી ના લખતો હોય, નારીવાદને સમર્થન આપે અને એલજીબીટી ચળવળને સમર્થન આપે, ધર્મ પાછળ પાગલ ન હોય, વાત કરવાનું પસંદ કરે. મને વિડિયો ગેમ્સ, એનાઇમ કાર્ટૂન અને હોરર મૂવીઝ ગમે છે અને મારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આવી અનેક શરતોની સાથે એવી પણ શરત છે કે છોકરાને નસબંધી કરાવવી પડશે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્રભાવક જૂલી જિંકુને ટ્વિટર પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1.5 લાખ લોકો તેના ફોલોઅર્સ છે. તેના દ્વારા રાખવામાં આવેલી શરતો આ દિવસોમાં સોશિયલ મીડિયાની ચર્ચામાં સામેલ છે. આ શરતો વિશે, કેટલાક લોકોએ કહ્યું કે આ રીતે તેઓ ક્યારેય બોયફ્રેન્ડ બનાવી શકશે નહીં, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે આ ફક્ત સપનામાં જ બની શકે છે.

Niraj Patel