માતાની લાશને કાપ્યા બાદ દુર્ગંધ છૂપાવવા માટે જૈન દીકરીએ ખરીદી હતી 100 પરફ્યુમની બોટલો, પોલિસો કર્યો ખુલાસો

જૈન દીકરીએ માતાની હત્યા કરી, ટુકડે ટુકડા કરી 3 મહિના અલમારીમાં છુપાવી, પોલીસે અંદર જઈને જોયું તો ધ્રુજી ઉઠી, અરરર કેવો કળયુગ આવ્યો રે, જાણો આખી મેટર

લગભગ ચારેક મહિના પહેલા દિલ્લીમાંથી શ્રદ્ધા હત્યાકાંડ સામે આવ્યો હતો, જેણે પણ આ ખબર વાંચી કે સાંભળી તેના તો હોંશ જ ઉડી ગયા. આફતાબ નામના યુવકે તેની લિવ ઇન પાર્ટન શ્રદ્ધાની હત્યા કરી તેની લાશના 30થી પણ વધારે ટુકડા કર્યા હતા અને તેને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા, આ હત્યાકાંડ સામે આવ્યા બાદ પણ આવા કેટલાક બીજા કિસ્સા સામે આવ્યા હતા,

જેમાં કોઇએ તેના લિવ ઇન પાર્ટનરની તો કોઇએ તેની ગર્લફ્રેન્ડની તો કોઇએ તેની પત્નીની હત્યા કરી લાશને ઠેકાણે લગાવી અથવા તો તેના કેટલાક ટુકડા કરી દીધા. ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે, જે મુંબઇના લાલબાગનો છે. લાલબાગના પેરૂ કંપાઉંડ વિસ્તારમાંથી એક મહિલાની લાશ પ્લાસ્ટિક બેગમાંથી મળી છે. ઘટનાની સૂચના પર પોલિસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. પોલિસે મહિલાની દીકરી પર હત્યાનો શક જતાવ્યો છે.

પોલિસ તેની સતત પૂછપરછ કરી રહી છે. ત્યાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. ડીસીપી અનુસાર, લાલબાગ વિસ્તારમાં મહિલાની ડેડ બોડી પ્લાસ્ટિકની થેલીમાંથી મળી હતી, તેની દીકરીની હિરાસતમાં લઇ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તો હત્યાના કારણોની કોઇ જાણ થઇ નથી. 53 વર્ષિય મહિલાના ભાઇ અને ભત્રીજાએ કેટલાક દિવસ પહેલા તેના ગાયબ થવાનો રીપોર્ટ કલાચૌકી સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો.

ફરિયાદ બાદ પોલિસ તલાશી કરવા મહિલાના ઘરે પહોંચી, તો ત્યાં તેમને મહિલાની લાશ પ્લાસ્ટિકની બેગમાંથી મળી. મહિલાના હાથ પગ અને શરીરના કેટલાક ભાગ કાપી લેવામાં આવ્યા હતા. મોતના કારણોની તપાસ કરવા પોલિસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. સાથે જ મહિલાની 22 વર્ષિય દીકરી રિંપલ પ્રકાશ જૈનને અરેસ્ટ કરી હતી.પોલિસે જણાવ્યુ કે મહિલાની હત્યા ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.

મહિલાની હત્યા બાદ તેના બંને હાથ અને પગ કાપવામાં આવ્યા હતા. આ માટે દરાંતી, કટર અને નાના ચપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને પોલિસે જપ્ત કરી લીધા છે. મહિલાની ઓળખ વીણા પ્રકાશ જૈનના રૂપમાં થઇ છે. પોલિસને શક છે કે દીકરીએ જ માતાને કોઠરીમાં મહિનાઓ સુધી બંધ રાખી અને પછી તેની હત્યા કરી દીધી.

Shah Jina