ખબર

કોરોનાએ ગુજરાત ધુણાવ્યું, છેલ્લા 24 કલાકમાં 510 કેસ અને મૃત્યુ તો બાપ રે બાપ..જાણો અપડેટ

જ્યારથી અનલોક થયું છે સમગ્ર ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે એવામાં ગુજરાતમાં પણ છેલ્લા 6 દિવસમાં બીજીવાર 24 કલાકમાં 510 ન્યુ કોવિડ કેસો નોંધાયા છે, ગુજરાત માટે ખરેખર ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 નવા મોત નોંધાયા છે, જ્યારે 370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 21,554 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 1347 થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ ૩૪૩, સુરત ૭૩, વડોદરા ૩૫, ભાવનગર ૮, ખેડા ૬, રાજકોટ ૫, મહેસાણા ૪, અરવલ્લી ૪, સાબરકાંઠા ૪, આણંદ ૪, સુરેન્દ્રનગર ૪, જામનગર ૨, ગાંધીનગર ૨, કચ્છ ૨, ભરૂચ ૨, જુનાગઢ ૨, પોરબંદર ૨, છોટા ઉદેપુર ૧, મોરબી ૨, પંચમહાલ ૧, પાટણ ૧, અન્ય રાજ્યમાં ૩ કોવિડ નાં પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં હાલમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો સંખ્યા 5464 થઇ ગઈ છે. જેમાંથી 69 લોકો વેન્ટીલેટર પર છે. તો 5395 કોવિડ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 14943 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.