17 વર્ષની દીકરી સાથે પિતાએ કરી દીધી ગંદી હરકત, પછી ઉતારી મોતને ઘાટ

માં એ જે કર્યું એ જોઈને ખળભળાટ મચી ગઈ

પિતા અને પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં એક સૌતેલા પિતાએ પહેલા 17 વર્ષની દીકરીનું યૌશોષણ કર્યુ અને પછી તેની હત્યા કરી દીધી. પોતાની આ હરકતને છૂપાવવા માટે પિતાએ દીકરીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લીધુ અને ખાસ વાત તો એ છે કે તેમાં તેની પત્નીએ પણ સાથ આપ્યો.

ઇંગ્લેન્ડના પીટરબરો કેમ્બ્સમાંથી આવી સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. એક અભિયોજક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 17 વર્ષિય બર્નાડેટ વોકરે ફરિયાદ કરી હતી કે તેના સૌતેલા પિતા સ્કોટ વોકર ગેમ્સ રૂમમાં શોષણ કરતા હતા. આ ઉપરાંત તે હિડન રૂમથી પણ જાસૂસી કરતા હતા.

મિરરની રીપોર્ટ અનુસાર, પિતાની હરકતોથી તંગ આવીને બર્નાડેટ વોકરે છેલ્લા વર્ષે તેની જાણકારી સારા વોકરને આપી હતી. પરંતુ તેણે આ પર વિશ્વાસ કરવાની ના કહી દીધી. અભિયોજક લિસા વાઇલ્ડિંગ ક્યુસીએ કૈમ્બ્રિજ ક્રાઉન કોર્ટને કહ્યુ કે, માતાને આ વાતની જાણ થવા બાદ બર્નાડેટને તેના દાદા-દાદી પાસે મોકલી દેવામાં આવી.

છેલ્લા વર્ષે જુલાઇમાં પિતા સ્કોટ વોકર તેની દીકરી બર્નાડેટ વોકરને તેના દાદા-દાદીના ઘરે લેવા ગયો અને પછી દાવો કર્યો કે તે રસ્તામાં કારથી ઉતરીને ભાગી ગઇ. બર્નાડેટને છેલ્લે ગયા વર્ષે 18 જુલાઇએ  જીવિત દેખવામાં આવી હતી. અભિયોજક કોર્ટે જણાવ્યુ કે, આરોપી સ્કોટે તેની પત્ની સારા સાથે મળીને બર્નાડેટનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લીધુ અને પછી કોલ્સ મેસેજ મોકલ્યા. કારણ કે તેના મિત્રો અને સંબંધીઓને લાગે કે તે જીવિત છે.

51 વર્ષના સ્કોટ વોકરને તેની દીકરી બર્નાડેટની હત્યાનો દોષી માનવામાં આવ્યો છે અને તેમાં તેની 38 વર્ષિય પત્ની સારાએ પણ તેનો સાથ આપ્યો. રીપોર્ટ અનુસાર બર્નાડેટને મૃત માની લેવામાં આવી છે અને પોલિસ લાશની તપાસ કરી રહી છે. રીપોર્ટ અનુસાર તેણે શોષણના આરોપોથી બચવા માટે બર્નાડેટની હત્યા કરી દીધી છે.

Shah Jina