અજબગજબ જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

51 વર્ષ પહેલા જે મૃત વ્યક્તિને બરફમાં જમાવીને રાખ્યો હતો, હવે તેને જીવિત કરવાનું છે અમેરિકા, વૈજ્ઞાનિકોએ જણાવી જીવિત કરવાની ટેક્નિક…

અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ જલ્દી જ દુનિયામાં સૌથી પહેલા જમાવીને રાખેલા એક મૃત વ્યક્તિને ફરીથી જીવિત કરી શકે છે. એમરિકાના મિશિગનના ક્રાયોનિક્સ ઇન્સ્ટીટ્યુટના પ્રેસિડેન્ટ ડેનિસ કોવાલ્સ્કીએ આ વિચિત્ર દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે એ આશામાં કે ભવિષ્યમાં તેને ફરીથી જીવિત કરવાની કોશિશ કરી શકાશે, વર્ષ 1967માં પહેલી વાર કોઈ એક વ્યક્તિના મૃત્યુ પછી તેના મૃતદેહને બરફમાં જમાવીને રાખવામાં આવ્યો હતો. આ વ્યક્તિનું નામ ‘જેમ્સ બેડફોર્ડ’ હતું.

Image Source

વાત 1965ની છે. મૃત્યુ પછીના જીવન પર રિસર્ચ કરનારી સંસ્થા ‘Life Extension Society’ એ ઓફર આપી કે તે કોઈપણ એક વ્યક્તિના મૃત્યુ પછી તેઓને સાંભળીને રાખી શકે છે. સોસાયટી દ્વારા બતાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિના શરીરને જમાવીને રાખવામાં આવશે, જેના પછી તેને ફરીથી જીવિત કરવાની કોશિશ કરી શકાશે. તેના માટે જેમ્સ બેડફોર્ડ નામના અમેરિકાના એક પ્રોફેસર જે કિડની કેન્સરથી પીડિત હતા અને તે સમયમાં તેનો ઈલાજ સંભવ ન હતો. માટે તેમણે પોતાની બધી જ સંપત્તિ સોસાયટીને દાન કરીને પોતાનું શરીર જમાવવાની ઈચ્છા જાહેર કરી હતી. તેના પછી 1967માં તેની મૃત્યુ પછી તેને ક્રાયોપ્રિઝર્વેશન દ્વારા જમાવીને રાખવામાં આવ્યા હતા, જે આજે 51 વર્ષ પછી પણ હાજર છે.

Image Source

એમરિકાના મિશિગનના ક્રાયોનિક્સ ઇન્સ્ટીટ્યુટમાં અત્યાર સુધીમાં લગભગ 2000 લોકોએ પોતાની જાતને મૃત્યુ પછી જમાવીને રાખવા માટે સાઈન કર્યું છે, એના સિવાય બીજા 160 મૃત લોકોને હાલમાં પણ તેમના નાઇટ્રોજન ટેન્કમાં જમાવીને રાખવામાં આવ્યા છે. ક્રાયોનિક્સ ઇન્સ્ટીટ્યુટના પ્રેસિડેન્ટ ડેનિસ કોવાલ્સ્કીનું કહેવું છે કે જયારે 20 વર્ષીય યુવાન મૃત્યુ પામે છે અને પછી ફરીથી જીવિત થઇ શકે એમ છે અને બીજા 100 વર્ષ જીવી શકે તો આ ટેક્નોલોજીને વાપરીને લોકોને જીવિત કેમ ન કરવા!

ટેસ્ટમાં આવ્યું સામે, મગજ રહે છે જીવિત:

ઘણા એવા વૈજ્ઞાનિકનું માનવું છે કે કોઈપણને એકદમ ઠંડા માહોલમાં જમાવી દીધા પછી તેને ફરીથી જીવિત કરી શકવાની સંભાવના છે. આવો પ્રયોગ સસલા પર પણ કરવામાં આવ્યો હતો. એક સસલાને મગજના ક્રાયોનિક્સ ટેક્નિકથી ખુબ જ ઠંડી જગ્યા પર રાખવામાં આવ્યો હતો. તેનું મગજ ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત હતું. જો કે વૈજ્ઞાનિકો માને છે કે કોઈ મૃત સસલું અને મૃત વ્યક્તિના મગજને ફરીથી જીવંત કરવામાં ઘણો એવો ફરક છે.

Image Source

જો કે, ડેનિસનું માનવું છે કે તેઓ આ ટેક્નિકની નજીક પહોંચી ચુક્યા છે. આગળના દસ વર્ષોમાં ક્રાયોપ્રીઝર્વેશન કે કોઈને ખુબ જ ઠંડા માહોલમાં રાખીને ફરીથી તેમાં જીવ નાખવો, એક સામાન્ય બાબત બની જશે.

જો જીવિત થયા મડદાં:

Image Source

ડેનિસે જણાવ્યું કે વૈજ્ઞાનિકો આ વાત પર પણ સ્ટડી કરી રહ્યા છે કે ક્રાયોપ્રિઝર્વેશન દ્વારા જીવિત થયેલા લોકો કઈ પ્રકારના હશે. તે એ વાત પર નિર્ભર કરશે કે તે જામ કરી દેનારાઓને કેટલા સમય પછી જીવિત કરે. અમુક લોકો કહે છે કે તેમાં ત્રીસથી ચાલીસ વર્ષ લાગશે. બની શકે છે કે આટલા સમય પછી તે વ્યક્તિના જીવિત થવા પર તેના પૌત્ર-પૌત્રી તેના સ્વાગત માટે ઉભેલા હોય. પણ જો ફરીથી જીવિત થવામાં સો વર્ષ કે તેનાથી વધુ સમય લાગે તો તેના પરિવાના લોકો તેને ભૂલી ચુક્યા હશે. આ સિવાય આવા દૌરમાં જીવિત થનારા લોકોને અન્ય મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

ઘણા વૈજ્ઞાનિકોએ ગણ્યું પાગલપન:

વૈજ્ઞાનિકોનો એક વર્ગ આ ટેક્નિકનું સમર્થન કરે છે તો અમુક તેને પૈસાની બરબાદી, મુર્ખામી અને ગાંડાપણ ગણાવે છે. અમુકનું માનવું છે કે મૃત્યુને પડકાર આપવો અને મડદાંમાં ફરીથી જીવ પૂરવો અસંભવ છે. ફરીથી જીવિત થયેલા મગજનો મતલબ છે કે મૃત્યુને હરાવી નાખવી. મૃત્યુ કોઈપણ સજીવનો એક ખાસ હિસ્સો છે. તેનો વિનાશ, નવા પ્રકારના સવાલો ઉભા કરી શકે છે. એક વૈજ્ઞાનિકે કહ્યું કે, “જો તમે કુદરતને પડકારવાનું વિચારી રહયા છો તો આમ પાગલ છો.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks