ખબર

ગુજરાતે તોડ્યો રેકોર્ડ: કુલ પોઝિટિવ સંખ્યા 5000 ને પાર, જાણો વિગત

ગુજરાત તો ઠીક આખા વિશ્વમાં કોવીડ ૧૯ કાબુમાં નથી આવી રહ્યો, એવા માં આજે સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન ગુજરાતમાં વધુ નવા 333 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 250 નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 333 નવા કેસ નોંધાયા છે. 26 લોકોના મૃત્યુ થયા છે. 3860 લોકો હાલ સારવાર હેઠળ છે અને 36 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 160 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5054 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદ શહેરમાં અત્યાર સુધીનો કુલ આંક 3543 થયો છે.

Image Source

આજની અપડેટ પ્રમાણે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચોથી વખત 300 + કેસ થયા છે જે ખરેખર ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 947 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાં રાજ્યના 69.75 ટકા કેસો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે.

Image Source

અત્યાર સુધી ગુજરાતમાં આજે નોંધાયેલા 326 કેસમાંથી 82 % કેસ અમદાવાદમાં

જિલ્લાવાર આજની અપડેટ જોઈએ તો આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, વડોદરા 17, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોઁધાયા છે. તેમાંથી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાન્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.