હવે પછી ગ્રીષ્માની જેમ કોઈ યુવતીનું ગળું ન કપાય તે માટે આ વ્યક્તિ દીકરીઓને આપશે કટાર

ગ્રીષ્મા હત્યા પછી હવે કોઈ ટપોરી લુખ્ખાઓ છોકરીની છેડતી નહિ કરી શકે, સુરતનો આ યુવાન દીકરીઓને મફતમાં આપશે 5,000 કટાર

હાલમાં સમગ્ર ગુજરાતમાં સુરતના પાસોદરામાં એક તરફી પ્રેમમાં ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગ્રીષ્મા વેકરીયાનુ ગળુ કાપી તેની હત્યા કરી હતી તે કિસ્સો ચર્ચામાં છે. આ કેસમાં ઝડપી તપાસ પણ ચાલુ છે. ઘટનાના રાજયભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગ્રીષ્માના પરિવારજનની સામે જ તેની ફેનિલે ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓ અને યુવતીઓને સ્વરક્ષા અભિયાન અંતર્ગત સકત નારી સશ્કત સમાજ માટેની ઝુંબેશ સુરત સિટી પોલીસે શરૂ કરી સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ શાળા-કોલેજમાં શરૂ કરી છે. (તસવીર સૌજન્ય : ફેસબુક)

બીજી બાજુ જોઇએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અણઘણે આ બાબતને લઇને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે બહેનોના સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવોના ટાઇટલ સાથે ફેસબુ પર એક પોસ્ટ મૂકી છે. જેને પગલે સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને પોસ્ટમાં મેસેજ વાયરલ કરનારે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દ્વારા આવા પ્રકારની પોસ્ટ મૂકવામાં આવતા ઘણા સવાલો ઉભા થયા હતા. આ ઉપરાંત સુરત પોલીસ પણ એલર્ટ જોવા મળી હતી. આ પોસ્ટને લઈને દિનેશભાઈએ જણાવ્યું કે, ગ્રિષ્માની હત્યા થઈ હતી, જો ગ્રિષ્મા પાસે એક હથિયાર હોત તો આ ઘટના ન બની હોત. આ બાબતે વધુમાં તેમણે જણાવ્યુ કે, પોસ્ટ ફેસબુક મારફતે વાયરલ થતા સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ દિનેશ અણઘણને બોલાવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસ દ્વારા આ પોસ્ટ ડિલિટ કરવાની વાત કરી હતી.

જો કે, દિનેશ અણઘણે આ વાતને નકારી અને કહ્યું કે, સરકારની નીતિ મુજબ કટારની વહેંચણી કરવામાં આવશે અને જો કોઈ આ બાબતે પોસ્ટને લઈને કોઈ ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરી શકો. દિનેશ અણઘણે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક માધ્યમથી જણાવ્યુ કે, સુરત મહાનગરની તમામ બહેન-દીકરીઓને જણાવું છું કે, ગ્રીષ્મા હત્યા જેવો કેસ ભવિષ્યમાં ન બને તે માટે લુખ્ખા, લફંગા, અસામાજીક તત્વોથી બચવા પોતાના સ્વરક્ષણ માટે સુરત શહેરની બહેન-દીકરીઓને 5000 કટાર (કાયદાના નિયમ મુજબ) વિના મુલ્યે આપવામાં આવશે. પહેલા તબક્કામાં 1000 કટાર 15 દિવસમાં ફાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કટાર કયારે આપવામાં આવશે તે સમય અને સ્થળની હજી સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પોસ્ટને વધુ વધુ વાયરલ કરવાનું અને આ બાબત વધારે બહેન-દીકરીઓ સુધી પહોંચે અને તેઓ આ કટારનો લાભ લઇ શકે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Shah Jina