દેશની અંદર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ ઐતિહાસિક વસ્તુઓ નીકળી આવે છે, એવામાં જ કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું અને તેના કારણે પ્રદુષણ પણ ઓછું થયું, નદીઓનું પાણી અને વાતવરણ પણ શુદ્ધ બન્યું ત્યારે એવામાં ઓડિશાની શિવાલા નદીમાં એક 500 વર્ષ જૂનું મંદિર બહાર આવ્યું છે.

આ મંદિર ભગવાન વિષ્ણુનું માનવામાં આવ્યું રહ્યું છે જેમાં જેમાં ભગવાન વિષ્ણુના આવતાર ગોપીનાથની ઘણી પ્રતિમાઓ છે. આ મંદિર 15મી કે 16મી સદીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મંદિરને ઈન્ડાઈયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલચરલ હેરિટેજના પુરાતત્વવિદોની ટિમ દ્વારા શોધવામાં આવ્યું છે.

શોધકાર્યમાં જોડાયેલા એક આર્કિયોલોજીસ્ટ દિપક કુમાર નાયકે જણાવ્યું કે આ મંદિરની ઊંચાઈ લગભગ 50 ફિટ છે અને આ મંદિરને જોતા એવું લાગે છે કે તે 15મી અથવા તો 16મી સદીમાં બનાવવામાં આવ્યું હશે.

જે જગ્યાએથી મંદિર મળી આવ્યું છે તે જગ્યાને સાતપતાના કહેવામાં આવે છે. એવુ પણ કહેવામાં આવે છે કે સાતપતાનામાં સાત ગામ આવેલા હતા જેમાં ભગવાન ગોપીનાથની પૂજા કરવામાં આવતી હતી. અને ત્યારે જ આ મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું હશે.

દીપકે જણાવ્યું કે 19મી સદીમાં લગભગ 150 વર્હસિ પહેલા નદીએ પોટાઓ રસ્તો બદલ્યો હતો અને ભયકંર પૂર આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારો અને મંદિર પાણીમાં દુઇ ગયા હતા. એ સમયે ગામના લોકો ભગવાન ગોપીનાથની મૂર્તિને ઊંચા સ્થાન ઉપર લઇ ગયા હતા.

આસપાસના લોકોનું પણ એમ જ કહેવું છે કે પદ્માવતી ગામની આસપાસ કુલ 22 મંદિર હતા. જે બધા જ નદીમાં ડૂબી ગયા હતા. અને આ મંદિર એટલા માટે બહાર દેખાઈ રહ્યું છે કારણે તે સૌથી વધારે ઊંચાઈ ઉપર હતું.

શોધકર્તાની ટિમ INTACH પ્રોજેક્ટના કોઓર્ડીનેટર અનીલ ધીર દ્વારા જણાવવામાં આવ્યું કે તે મહાનદીના સ્મારકોને ડોક્યુમેન્ટ કરે છે. મહાનદીના ઉદગામથી લઈને સમુદ્રમાં મળવા સુધી. બંને કિનારાઓના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં જ્યાં વિરાસત પાણીની નીચે ડૂબેલી છે. લોકો પહેલાથી જાણતા હતા કે તેની નીચે એક મંદિર છે, પરંતુ છેલ્લા 25 વર્ષતી આ પાણી ઉપર દેખાતું નહોતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.