500 કિલો કાજુ, બદામ, દ્રાક્ષ જેવો સૂકો મેવો ગાયોને ખવડાવવા પહોંચ્યા લોક લાડીલા ખજુરભાઈ.. વીડિયો જોઈને કરશો વાહ વાહ…
ગુજરાતમાં ખુબ જ નામના ધરાવી ચૂકેલા ખજુરભાઈનું નામ આજે ખુબ જ ગર્વથી લેવામાં આવે છે. નીતિન જાનીએ પોતાના સેવાકીય કાર્યો દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા છે. તેમણે અત્યાર સુધી સેંકડો લોકોને નવા ઘર બનાવી આપીને એક નવું જીવન આપ્યું છે. ત્યારે ખજુરભાઈની આ માનવતા લોકોના હૈયે વસી ગઈ છે.
ત્યારે માણસોની જેમ ખજુરભાઈ પ્રાણી પ્રેમી પણ છે. અવાર નવાર તેમનો અબોલા પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ સામે આવતો હોય છે. હાલ સામે આવેલા એક વીડિયોએ લોકોના દિલ જીતી લીધા જેમાં તે ગાય માતા માટે એવું કામ કરે છે જે જોઈને કોઈનું પણ હૈયું ખુશ ખુશાલ થઇ જાય. નીતિન જાનીએ તેમની ટીમ સાથે મળીને ગાયો માટે 500 કિલો સૂકો મેવો તૈયાર કર્યો.
નીતિન જાનીએ બે દિવસ પહેલા જ એક એક વીડિયો શેર કર્યો છે. વીડિયોની અંદર નીતિન જાનીનો બેકગ્રાઉન્ડમાં અવાજ ચાલી રહ્યો છે અને તે કહી રહ્યા છે કે કેટલાક શુભ કામો કરવા માટે મુહૂર્ત જોવું પડે છે પરંતુ એક કામ એવું છે જેને કરવા માટે કોઈ મુહૂર્ત જોવું નથી પડતું અને એ છે ગાય માતાને ખવડાવવું.
વીડિયોમાં આગળ તે એમ પણ કહે છે કે “આ શ્રુષ્ટિ પર જો કોઈ કરુણામય જીવ છે તો તે છે ગૌ માતા. એમની જેટલી પણ સેવા કરો તેટલી ઓછી છે. એમની સામે છપ્પન ભોગ પણ ઓછા છે. આજે એમના માટે 500 કિલો કાજુ, બદામ અને દ્રાક્ષ અપર્ણ કરીશું અને તેમના આશીર્વાદ લઈશું. તમે પણ ગાયોની આવી સેવા કરો અને તેમના આશીર્વાદ લો. જય હો ગાય માતા.”
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાની ટ્રેકટરમાં આવે છે અને પૂજા કર્યા બાદ સફેદ કપડું પાથરીને તેના પર એક પછી એક કાજુ બદામ અને દ્રાક્ષના ડબ્બા ઠાલવીને તેને મિક્સ કરે છે અને પછી તે ગાયોના ખાવા માટે બનાવવામાં આવેલી જગ્યા ઉપર જઈને બધું ઠાલવે છે. આ ઉપરાંત તે ગાયની પૂજા કરીને આશીર્વાદ પણ લે છે.
View this post on Instagram