50 વર્ષના મોરબીના વેપારી જે યુવતીને છેલ્લા 5 વર્ષથી ઓળખતો હતો તેણે જ ખેલ પાડી દીધો, દિવ્યાએ કઢંગી હાલતમાં….
ગુજરાતમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણી ઘટનાઓમાં લોકો રૂપલલનાઓની ચાલમાં ફસાઈને લાખો રૂપિયા પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલ ભાવનગરમાંથી એક ઘટના સામે આવી છે તે હોશ ઉડાવી દેનારી છે. મોરબીથી એક વેપારી ભાવનગર આવતા જતા રહેતા હતા. આ દરમિયાન જ તેમની એક યુવતી સાથે ઓળખાણ થઇ અને પછી યુવતીએ મોટો કાંડ કરી નાખ્યો.
મોરબીના આ 50 વર્ષીય વેપારીની ભાવનગરમાં આવતા જતા પાંચ વર્ષ પહેલા દિવ્યા નામની યુવતી સાથે ઓળખાણ થઇ હતી. દિવ્યાની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તે વેપારી પાસે અવાર નવાર પૈસા પણ લઇ જતી હતી. ગત 31 ડિસેમ્બરના રોજ દિવ્યાએ વેપારીને ફોન કરીને તે ભાવનગર ક્યારે આવવાના છો અને તેમનું કામ હોવાનું પૂછ્યું હતું. જેના બાદ 2 જાન્યુઆરીના રોજ વેપારી ભાવનગર આવ્યા અને ઘોઘા સર્કલ પાસે દિવ્યાને મળ્યા હતા.
જ્યાંથી દિવ્યા તેમને પોતાના ઘરે લઇ ગઈ હતી અને ત્યાં તેમની સાથે સંબંધ બાંધવાની લાલચ આપતા જ વેપારી પણ તૈયાર થઇ ગયા હતા. પરંતુ આ દરમિયાન તેમનો છુપી રીતે વીડિયો બની રહ્યો છે તે વાતથી તે અજાણ હતા. દિવ્યાએ અગાઉથી જ બધું પ્લાનિંગ કરી રાખ્યું હતું અને વેપારીના કપડાં ઉતારી બાથમાં ભીડી અને કઢંગી હાલતમાં અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. જેના બાદ દિવ્યાના સાગરિત દ્વારા વેપારીને તે વીડિયો મોકલીને અઢી કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
વીડિયો મોકલનારે દિવ્યાનો પતિ હોવાનું જણાવ્યું અને જો રકમ નહિ આપે તો બદનામ કરવાની ધમકી પણ આપી હતી. જેના બાદ વેપારીને શું કરવું તેની કોઈ સમજ પડી રહી નહોતી. આખરે વેપારીએ આ ઘટના પોલીસને જણાવી. જેના બાદ પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ દિવ્યા અને તેના સાગરીત ભરત ઉર્ફે ભોલાની ધરપકડ કરી લીધી.