કરોડો રૂપિયા ગણતા-ગણતાં મશીનો હાંફી ગયા, 6 કલાક પછી જે સામે આવ્યું તે જાણીને ચોંકી જશો
મહારાષ્ટ્રના પુનામાં બનાવટી નોટ સાથેનું એક રેકેટ બહાર આવ્યું છે. થોડા સમય પહેલા “ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયા” ની નકલી જાલી અમેરિકન ડોલર સહિત લગભગ 47 કરોડ રૂપિયાની બનાવટી નોટો કબજે કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ બ્રાંચ) બચ્ચનસિંહે કહ્યું કે આ કેસમાં સેનાના એક જવાન સહીત સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બચ્ચનસિંહે કહ્યું કે નોટોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ઘણી નોટો ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયાના ડમી બિલ છે.

ઓળખાયેલા છ આરોપીઓનાં નામ છે: શેખ અલીમ ગુલાબ ખાન (આર્મી જવાન), સુનીલ બદ્રીનારાયણ સારાદા, રિતેશ રત્નાકર, તુફૈલ અહેમદ મોહમ્મદ ઇશાક ખાન, અબ્દુલ ગની રહેમતુલ્લાહ ખાન, અબ્દુલ રહેમાન અબ્દુલ ગની ખાન. પોલીસની ગણતરીમાં 43.4 કરોડની નકલી ભારતીય ચલણ અને 4.2 કરોડના ફેક અમેરિકી ડોલર પ્રાપ્ત થયા છે.

પુણે પોલીસ ક્રાઈમ બ્રાંચના ડીસીપી બચ્ચનસિંહે કહ્યું કે, ‘બે દિવસ પહેલા અમને એમઆઈ પાસેથી માહિતી મળી હતી જેના આધારે અમે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. અમે બુધવારે છ લોકોની ધરપકડ કરી હતી.

આરોપી પાસેથી ભારત અને અન્ય દેશોમાંથી નકલી નોટો મળી છે. તેમણે કહ્યું, ‘ધરપકડ કરાયેલા છ આરોપીઓમાં એક આર્મીનો સૈનિક છે. આ કેસમાં તે આરોપી પણ છે.

ડીસીપીએ જણાવ્યું હતું કે, જાલી નોટના સોર્સ શોધવા માટે તપાસ ચાલુ છે. પુણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણે પોલીસ અને આર્મીના સધર્ન કમાન્ડ ઇન્ટેલિજન્સ યુનિટએ સંયુક્ત કાર્યવાહીમાં વિમાન નગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.