નવદુર્ગાને સૌથી વધુ પ્રિય છે આ 5 રાશિના લોકો, નવરાત્રીમાં દરેક ઈચ્છા કરે છે પૂરી, ધનના ઢગલે ઢગલા થઇ જશે

આસો નોરતાની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થઈ ચુકી છે. આ વખતે નવરાત્રી 10 દિવસ સુધી ચાલવા માટે છે. હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષમાં નોરતા આવે છે. જ્યોતિષ વિજ્ઞાનમાં એવું કહેવાયું છે કે દેવી દુર્ગાની કેટલીક રાશિઓ પર સદાય કૃપા રહે છે. એવું માનવામાં આવે છે કે આ રાશિઓના જાતકોના જીવનમાં સંકટ આવતા પહેલા જ માતા દુર્ગા તેમનું રક્ષણ કરે છે અને તેમને સફળતાનો રસ્તો બતાવે છે. ત્યારે માતા દુર્ગાને કઈ રાશિઓ પ્રિય છે તે વિશેષ જાણો.

વૃષભ રાશિ ધાર્મિક માન્યતા અનુસાર માતા શૈલપુત્રી અને મહાગૌરીનું વાહન વૃષભ છે. આથી માતા દુર્ગાની પ્રિય રાશિઓમાંથી એક રાશિ વૃષભ પણ છે એવું કહેવાય છે. આ રાશિના જાતકો જન્મજાત નેતૃત્વ ક્ષમતા ધરાવે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ પાછળ હટતા નથી. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર વૃષભ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરેલા હોય છે અને જીવનમાં ઊંચાઈઓ છૂએ છે. આ રાશિના લોકો પર માતા દુર્ગાની વિશેષ કૃપા હોય છે. તેમની વિશેષતા એ હોય છે કે તેઓ પડકારોથી ડરતા નથી બલ્કે તેમનો હિંમતથી સામનો કરે છે.

કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે અને માતા દુર્ગાના ત્રીજા રૂપ દેવી ચંદ્રઘંટાના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે. આથી કર્કરાશિ પણ માતા દુર્ગાની પ્રિય રાશિઓમાં મનાય છે. આ રાશિના જાતકો માતાની કૃપાથી બુદ્ધિશાળી, મહેનતુ અને જવાબદાર સ્વભાવના હોય છે. કર્ક રાશિના લોકો વ્યવહારુ સોચ ધરાવે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તેમનું મન વધુ લાગે છે. સેવાભાવથી લોકોનું હૃદય જીતે છે. માતા દુર્ગાની વિશેષ કૃપાથી કર્ક રાશિના લોકો જીવનમાં મોટામાં મોટી સમસ્યાનો સામનો આસાનીથી કરી લે છે અને સફળતા મેળવે છે.

સિંહ રાશિ સિંહ માતા દુર્ગાનું વાહન છે અને સિંહ રાશિનું ચિહ્ન પણ. આથી આ રાશિ દેવીમાતાની ખાસ રાશિ ગણાય છે. સિંહ રાશિના લોકો ઉર્જાથી ભરપૂર, સાહસિક અને ધાર્મિક પ્રવૃત્તિના હોય છે. માતાની કૃપાથી તેમને નસીબ સદાય સાથ આપે છે. આ લોકો સંકટની ઘડીમાં પણ સમજદારીથી કામ લઈને પરિસ્થિતિ પોતાના તરફે કરે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પણ સારી સફળતા મેળવે છે અને આ લોકો બીજાને સહાય માટે સદા આગળ રહે છે.

કન્યા રાશિ નવરાત્રિનો અંત કન્યા પૂજનથી થાય છે અને કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યા રાશિના લોકો ધાર્મિક કાર્યોમાં આગળ રહે છે અને બીજાને સહાય કરવામાં આનંદ અનુભવે છે. તેમના જીવનમાં માતા દુર્ગાની કૃપાથી કોઈ મોટું અવરોધ લાંબા સમય સુધી ટકી શકતું નથી. આ લોકો ઉર્જાથી ભરેલા અને સંવેદનશીલ હોય છે અને તેઓ બધાની સુખાકારી ઇચ્છે છે.

ધનુ રાશિ ધનુ રાશિનું ચિહ્ન ધનુષ છે અને ધનુષ માતા દુર્ગાના હાથમાં શોભે છે. આ રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. જે જ્ઞાન અને ધર્મના પ્રતીક માનવામાં આવે છે. આ લોકો દરેક પરિસ્થિતિનો ડટીને સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. પરિવાર અને સમાજમાં આગેવાની લેવાની પ્રવૃત્તિ ધરાવે છે અને પોતાની મહેનતથી સફળતા મેળવે છે. નોકરી કે વેપાર કરનારા ધનુ રાશિના લોકો કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે અને પ્રગતિની તકો મેળવે છે. માતા દુર્ગાની વિશેષ કૃપાથી આ રાશિના લોકો જીવનમાં સતત આગળ વધે છે અને માન સન્માન સાથે પ્રતિષ્ઠા પણ મેળવે છે.

Aanchal
error: Unable To Copy Protected Content!