જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિના લોકો હોય છે એક નંબરના ખાઉધરા, 4 નંબરનાને તો અડધી રાત્રે ઉઠીને પણ ખાવાનું જોઈએ

આપણા રાશિચક્ર ઉપર આપણું ભાગ્ય પણ લખાયેલું હોય છે. રાશિ પ્રમાણે જ આપણા ગુણો અને અવગુણો પણ લખાયેલા હોય છે. ઘણી રાશિઓના જાતકોને કેટલીક વિચિત્ર આદતો પણ હોય છે. એવી જ એક આદત સતત ખા ખા કરવાની હોય છે. એવી 5 રાશિઓ છે જેના વિશે આજે અમે તમને જણાવીશું. આ રાશિના જાતકો ખાઉધરા હોય છે. ચાલો જોઈએ કઈ કઈ છે એ 5 રાશિ.

Image Source

1. મેષ રાશિ:
મેષ રાશિનું તત્વ અગ્નિ છે અને તેના કારણે આ રાશિના જાતકોમાં જોશ અને ઉર્જા વધારે હોય છે તેમજ તેઓ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આ રાશિના જાતકોને તીખું અને મસાલેદાર ખાવાનું ખુબ જ પસંદ હોય છે. આ રાશિના જાતકો જયારે ગુસ્સે હોય ત્યારે વધારે ખાય છે.

Image Source

2. વૃષભ રાશિ:
વૃષભ રાશિનું તત્વ પૃથ્વી હોવાના કારણે તેમને સારા સ્વાદ વાળું ખાવાનું ખુબ જ પસંદ હોય છે તે ગળી વસ્તુઓ અને સલાડ ખાવાનું વધારે પસંદ કરે છે. આ રાશિના લોકો ભોજનમાં ખામીઓ પણ કાઢે છે. ભોજનનો બગાડ કરવો તેમને ગમતો નથી.

Image Source

3. સિંહ રાશિ:
સિંહ રાશિનું તત્વ પણ અગ્નિ હોવાના કારણે તેમનો સ્વભાવ પણ ખુબ જ ગરમ મિજાજનો હોય છે. આ રાશિના જાતકોને જંક ફૂડ ખાવું  વધારે પસંદ હોય છે. તે રસ્તામાં મળતું જંક ફૂડ ખાવાના વધારે શોખીન હોય છે.

Image Source

4. તુલા રાશિ:
આ રાશિના જાતોનું તત્વ વાયુ છે. આ રાશિના જાતકો અડધી રાત્રે પણ ખાવા માટે તૈયાર હોય છે. આ જાતકોને રાત્રીના સમયે જ વધારે ભૂખ લાગે છે અને તે રાત્રે પણ ગમે ત્યારે ખાવાનું પસંદ કરે છે. આ જાતકોને મસાલેદાર અને ગળી વસ્તુઓ ખાવનું ખુબ જ પસંદ હોય છે. તેઓ પોતાની નવરાશના સમયમાં અને કંટાળો આવતો હોય ત્યારે ખાવાનું જ શોધતા હોય છે.

Image Source

5. મીન રાશિ:
આ રાશિના જાતકોનું તત્વ જળ છે જેના કારણે તે ખાવામાં બધાની સામે શરમ અનુભવે છે અને એકલા જ ખાવનું પસંદ કરે છે. એકલામાં તે શાંતિથી ભોજન ગ્રહણ કરે છે. આ જાતકોને માત્ર ખાવાનો જ શોખ નહિ પરંતુ નવી નવી વસ્તુઓ બનાવવાનો પણ ખુબ જ શોખ હોય છે.