ખબર

લોકડાઉનમાં ઘરે રહેવાની વાત વીડિયોમાં કરીને છવાઈ ગઈ સુરતની આ બાળકી, પીએમ મોદીએ પણ કરી પ્રસંશા, જુઓ વિડીયો

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ ઘણા લોકો લોકડાઉનનું પાલન કરતા જોવા નથી મળી રહ્યા ત્યારે અભિનેતાઓથી લઈને ઘણા સામાન્ય લોકો પણ લોકડાઉનનું પાલન ના કરતા લોકોને સમજાવતા જોવા મળ્યા છે. આવો જ એક વિડીયો સુરતની એક બાળકીએ બનાવ્યો જેની પ્રસંશા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી.

Image Source

ગુજરાતના સુરતમાં રહેવા વાળી 5 વર્ષની બાળકી રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે લોકોને ઘરમાંથી બહાર ના નીકળવા વિષે તેમજ કોરોનાથી બચવા માટેનો સંદેશ આપી રહી હતી, તેને લોકડાઉનના પાલન કરવાની પણ વાત આ વિડીયોમાં જણાવી, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રશ્મિએ આ વીડિયોમાં બચાવના ઉપાયો સાથે લોકડાઉનનું પાલન કરવાની વાત કરી અને કોરોના સામે લડત લડી રહેલા કોરોના વોરિયર્સનો પણ આ વીડિયોમાં આભાર વ્યકત કર્યો હતો. આ વિડીયોમાં તેને એક ગીત ગાતા જોવા મળી જ્યારે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયોની પ્રસંશા કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.