ભીષણ ગરમીમાં 7 કિમી ચાલી 5 વર્ષની બાળકી પાણીથી તરસી તોડ્યો દમ, નાની બેસૂધ

સૌથી મોટુ લોકતંત્ર ભારત દુનિયાના આધુનિક દેશો સાથે વિકાસની દોડ લગાવી રહ્યુ છે. આધુનિકતાના તમામ દાવા વચ્ચે કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે, જે શરમથી માથુ નમાવી દે છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં કંઇક આવી જ ઘટના ઘટી છે. જયાં ભીષણ ગરમીમાં સફર કરી રહેલી 5 વર્ષની બાળકીને પાણી ના મળવાને કારણે તેની મોત થઇ ગઇ. બાળકી તેની નાની સાથે હતી. તે પણ બેહોશ થઇ ગયા હતા.

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાનીવાડા વિસ્તારની આ ઘટના છે જયાં રવિવારે સવારે મોસમ ઠંડુ જોઇ 5 વર્ષિય નાતીન સાથે પાછા બહેન પાસે જવા માટે ચાલતી ચાલતી જ રવાના થઇ ગઇ. લગભગ 10-12 કિમીની દૂરી કાપ્યા બાદ તાપમાનનો પારો વધી હયો અને મોસમ ઉમસ ભરેલ થઇ ગયુ હતુુ.

વૃદ્ધા પાસે પાણીની બોટલ ન હતી અને જે માર્ગ પરથી તે જઇ રહ્યા હતા તે રેતીન કાચો માર્ગ હતો. ગરમીને કારણે અને પાણી ન મળવા પર વૃદ્ધાને અને બાળકીને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ ગઇ. બંને બેહોશ થઇ ગયા અને ઘણીવાર બાદ ત્યાં કોઇ મહિલાને જોઇ સૂરજવાડા સરપંચે પોલિસને ફોન કર્યો

પોલિસને જાણ થતા તે ઘટનાસ્થળે દોડી આવી પરંતુ ત્યાં સુધી બાળકીએ દમ તોડી દીધો હતો. મહિલાને પોલિસે પાણી પીવડાવ્યુ અને પછી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.

મહિલાએ કહ્યુ કે, ગરમીને કારણે બંને બેહોશ થઇ ગયા હતા અને પડી ગયા હતા. તેને કંઇ સૂજી રહ્યુ ન હતુ તે બાદ આસમાનમાં થોડી બૂંદાબુંદી શરૂ થઇ અને તેનાથી કેટલીક રાહત પણ તેને મળી પરંતુ તેની નાતિનની મોત થઇ ચૂકી હતી.

Shah Jina