કોરોના વાયરસ ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાના વુહાન શહેરનું નામ નાના બાળકના મોઢે પણ તમને સાંભળવા મળી જશે. કોરોના વાયરસ વુહાન શહેરમાં આવેલા સીફૂડ માર્કેટમાંથી ફેલાયો હોવાનું પણ વાત સાંભળવા મળે છે. આ માંસાહારી માર્કેટમાં બધા જ પ્રકારના પ્રાણીઓનું માસ મળતું હતું. પરંતુ હવે આ બજારમાં પણ 5 વર્ષ સુધીનું પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વુહાન સરકાર દ્વારા બહાર પડેલી એક નોટિસ અનુસાર નવી નીતિ 13મે 2020થી લાગુ થઇ ગઈ છે અને આ નીતિ પાંચ વર્ષ સુધી લાગુ રહેવાની વાત જણાવવામાં આવી છે. ચીનના જ વાગ્યાનીકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વુહાનના આ સીફુડ માર્કેટમાંથી જ કોરોના વાયરસ પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં આવ્યો છે. ત્યારબાદ ત્યાંની સરકાર દ્વારા આસ્થાઓ રૂપથી પ્રાણીઓના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

હવે આ પ્રતિબંધને લંબાવી દેવામાં આવ્યો છે અને હવે ચીનના વુહાન શહેરના આ માર્કેટની અંદર આગામી 5 વર્ષો સુધી દરિયાઈ જીવો ઉપરાંત શિયાળ, મગર, સાપ, ઉંદર, મોર જેવા જંગલી પ્રાણીઓ અને તેમના માસ વેચવા ઉપ્પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.