જાણવા જેવું જીવનશૈલી હેલ્થ

તમારે મનને કાબુમાં કેમ કરવું? સફળતા કઈ રીતે મેળવવી? 2 મિનીટનો સમય કાઢો, વાંચો આ

માણસના મનને “માંકડા” તરીકે સરખાવવામાં આવ્યું છે. જે ક્યારેય એક જગ્યાએ સ્થિર નથી હોતું. ભલે વ્યક્તિ એક જગ્યાએ બેઠેલો દેખાય પરંતુ તેનું મન તો ક્યાંનું ક્યાંય ભ્રમણ કરતું હોય. આવા સંજોગોમાં મનને કેવી રીતે કાબુમાં રાખવું તે મોટો પ્રશ્ન બની જાય છે.

Image Source

ઘણા બાળકો અભ્યાસમાં પણ આ ચંચળ મનના કારણે ધ્યાન નથી પરોવી શકતા. ક્લાસરૂમમાં બેઠા બેઠા પણ એક બીજી જ દુનિયામાં ખોવાઈ જાય છે. શિક્ષક શું કહે છે તેમાં પણ તે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, ત્યારે એવા સંજોગોમાં મનને કાબુમાં રાખવા માટે અમે કેટલાક સરળ ઉપાયો લઈને આવ્યા છે જે તમારા ચંચળ મનને કાબુમાં કરી શકશે. તેમજ તમારું ધ્યાન પણ કેન્દ્રિત રાખી શકશે.

Image Source

પોતાનામાં આત્મવિશ્વાસ અને પોતાની જાતને પ્રેમ કરો:
માણસ જયારે કોઈ કામ કરવા માટે જ્યાં છે ત્યારે કેટલાક કામો ના ગમતા હોવા છતાં પણ કરવા માટે મજબુર બને છે. પરંતુ એવા સમયે તમે જે કામ કરી રહ્યા છો તેમાં પહેલા રુચિ કેળવો, પોતાની અંદર એક આત્મવિશ્વાસ જગાવો, ના ગમતાને ગમતું બનાવો તો તમારું મન આપોઆપ કેન્દ્રિત થઇ જશે. વિદ્યાર્થીઓને પણ રસ વગરના વિષયો જયારે ભણવામાં આવે ત્યારે  તેમને ઘરે બેસી પહેલા એ વિષયોનું અધ્યયન કરી લેવું ત્યાર બાદ વર્ગમાં આવી અને એ વિષયોને રસપૂર્વક સાંભળવા તો તેમાં કંટાળો નહીં આવે. દરેક સમયે પોતાની જાતને પ્રેમ કરો, તમે જે કામ કરો છો તેને શ્રેષ્ઠ માનો, પોતાની જાત ઉપર ખુદને અભિમાન થાય એવું કરો તો તમારું ધ્યાન તમારા કામમાં ચોક્કસ લાગશે.

Image Source

પૂરતી ઊંઘ લેવાનું રાખો:
વિજ્ઞાન કહે છે કે 24 કલાકની અંદર માણસને 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે ત્યારે આજના સમયમાં લોકો મોડા સુધી જાગે છે. સ્માર્ટફોનના કારણે જાણે રાત્રિની ઊંઘ જ છીનવાઈ ગઈ હોય એમ લાગે છે. આવા સમયે રાત્રે મોડા સુધી જાગી અને સવારે કામ ઉપર નીકળી જઈએ ત્યારે તમે તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. તમારું મન પણ બીજા વિચારોમાં રચ્યું પચ્યું રહે છે. માટે 7-8 કલાકની ઊંઘ પુરી કરો તો તમારું મન પણ કાબુમાં રહેશે અને તમારું ધ્યાન પણ એક જગ્યાએ કેન્દ્રિત થઇ શકશે.

Image Source

સકારાત્મક વિચારધારા રાખો:
કોઈપણ કામની શરૂઆત તમારા હકારાત્મક વલણથી કરો. કામને જોયા જાણ્યા પહેલા એના વિષે પૂર્વધારણાઓ ના બાંધી લો. તમે કરી જ શકશો એવી ભાવના દ્વારા આગળ વધશો તો સ્ફળતાતો મળશે જ સાથે સાથે તમારું ધ્યાન પણ પૂર્ણરૂપે એ કામમાં લાગેલું રહેશે. તમારું મન પણ ભટક્યા નહીં કરે. માટે મનને કાબુમાં રાખવા માટે સકારાત્મક વિચારધારા ખુબ જ જરૂરી છે.

Image Source

ચહેરા ઉપર હેમંશા ખુશી રાખો:
તમારા ચહેરાને ખુશ જોઈને પણ ઘણા લોકો આપોઆપ ખુશ થઇ જતા હોય છે. કારણ કે હસતા ચહેરા દરેકને ગમે છે. તમે કોઈ કામ માટે કે અમસ્તા જ બહાર નીકળો ત્યારે તમારા ચહેરા ઉપર માત્ર ખુશી બતાવો, પોતાની તકલીફો દુવિધાઓને દિલના કોઈ ખૂણામાં દબાવી રાખો જેના કારણે તમારી અંદર નકારાત્મકતા પ્રવેશી નહીં શકે અને જે કામ તમે કરવાના છો એ પણ સફળ થશે, સાથે તમારા ચહેરા ઉપર નિરાશા ના આવતા તમારું ધ્યાન પણ કેન્દ્રિત રહેશે અને મન પણ કાબુમાં રહેશે.

Image Source

ખરાબ સંગતથી દૂર રહો:
કેટલાક લોકોને આપણે જોઈએ છીએ કે પોતાની ચિંતા અને માનસિક તાણને દૂર કરવા માટે દારૂ અને સિગરેટ જેવી વસ્તુઓનું સેવન કરતા હોય છે. એ લોકોને એમ લાગે છે કે આ બધી વસ્તુઓ ટેંશન દૂર કરી શકે છે પરંતુ દારૂ, સિગરેટ, તમ્બાકુ જેવી વસ્તુઓ એ તમારા મજગ ઉપર પોતાનો કબ્જો જમાવી લે છે. તમને એ થોડા સમય માટે ભલે ટેંશનથી દૂર રાખી એને ભુલાવી દે પરંતુ તમને એની આદત લાગી જાય છે અને આદત લાગ્યા બાદ કામ કરતી વખતે પણ તમને એની તલબ જાગે છે જેના કારણે તમે તમારા કામની અંદર ધ્યાન નથી પરોવી શકતા, જ્યાં સુધી તમને એ વસ્તુ ના મળે ત્યાં સુધી તમને એના જ વિચારો પણ આવ્યા કરે છે માટે આવી ખરાબ સંગતથી દૂર રહી તમે શરીરને બગડતા તો અટકાવી જ શકો છો સાથે સાથી મનને પણ કાબુમાં રાખી શકો છો.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.