મોટી મહિલાઓએ આ 5 ટિપ્સ અપનાવીને ઝડપથી ઘટાડ્યું વજન

0

મોટાભાગે આજે લોકો મોટાપાની સમસ્યાથી ચિંતિત છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમસ્યા ખુબ ગંભીર હોય છે. આળસ આવવી, વ્યાયામ ન કરવું, બહારનું મસાલેદાર ભોજન વગેરે મોટાપાનું કારણ બને છે. આ સિવાય સ્વાસ્થ્યને લગતી સમસ્યા, ચિંતા-તણાવ વગેરેને લીધે પણ મોટાપો વધે છે.

જો કે વજન ઓછું કરવું ખુબ મુશ્કીલ કામ છે પણ અશક્ય નથી. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માગો છો તો અહીં આપેલી ટિપ્સના આધારે તમે આસાનીથી વજન ઘટાડી શકશો અને શરીર યોગ્ય શેપમાં પણ લાવી શકશો.

Image Source

અભિનેત્રી ભૂમિ પેડનેકરે ફિલ્મ દમ લગા કે હૈંસા માટે ખુબ વજન વધાર્યો હતો, જેમાં તેના વખાણ પણ કરવામાં આવ્યા હતા આ સિવાય તેના વજનને લીધે નકારાત્મક વાતો પણ થઇ હતી જેના પછી ભૂમિએ પોતાનું વજન ઓછું કરવાનું નક્કી કરી લીધું અને તેના પછીની ફિલ્મ ટોઇલેટમાં ભૂમિએ પોતાનું વજન ઓછું કરી બતાવ્યું હતું. આ સિવાય આજના સમયમાં ભૂમિ ઝીરો ફિગર અભિનેત્રી માનવામાં આવે છે. આજે અમે તમને ભૂમિ પેડનેકરના વજન ઓછું કરવાના સિક્રેટ વિશે જણાવીશું.

1. નાના અને સરળ ચાર્ટ બનાવો:

Image Source

તમારે શરૂઆત થોડી ધીમી કરવી જોઈએ. શરૂઆતમાં મુશ્કિલ વ્યાયામ અને કઠિન ડાઈટ લેવી યોગ્ય નથી. તમારા શરીરને બદલાવ સમજવા માટે થોડો સમય પણ આપો. એક સામાન્ય ચાર્ટ બનાવો. પોતાની ટેસ્ટ લો કે તમે પહેલી વારમાં કેટલી વાર સુધી ચાલી કે દોડી શકો છો? તેને પહેલા ટ્રાયલ વીકના સ્વરૂપે લો, જ્યા તમે શરીરની ક્ષમતાઓને સમજવાની કોશિશ કરી શકશો. ધીમે ધીમે તેમાં વધારો કરો.

2. ડાઈટ કંટ્રોલ કરો:

Image Source

તમે કઠિન ડાઈટ વગર પણ તમારું વજન ઓછું કરી શકો છો. તેના માટે તમારે માત્ર તમારા શરીરની જરૂરિયાતોને સમજવાનું રહેશે કે તમારા શરીરને કેટલી માત્રામાં ખોરાકની જરૂર છે. વધારે પડતું જમવાથી વજન વધી શકે છે. તમારે તમારી થાળીમાં માત્ર જરૂરી માત્રામાં જ ભોજન લેવું જોઈએ. સ્વાસ્થ્યમંદ વિકલ્પ પસંદ કરો અને તેટલું જ ખાઓ જેટલું તમારા શરીરને જરૂરી છે.

3. તમારા પસંદગીનું વ્યાયામ કરો:

Image Source

વજન ઓછું કરવા માટે રોજ વ્યાયામ કરવું ખુબ જરૂરી છે. જરૂરી નથી કે તમે કલાકો સુધી જીમમાં પરસેવો પાડતા રહો પણ તમે તમારી પસંદગી અનુસાર પણ વ્યાયામ કરી શકો છો. તમે ઈચ્છો તો ડાંસ, એરોબિક્સ, સ્વિમિંગ, જુમ્બા કે સાઈકલિંગ પણ કરી શકો છો. આ બધી એક્ટિવિટી તમને વજન ઓછું કરવામાં મદદ કરશે.

4. મીઠાઈ છોડી દો:

Image Source

વજન વધવાનું સૌથી મોટું કારણ ખાંડ પણ છે. કોઇપણ સ્વરૂપે ખાંડ તમારા માટે નુકસાનકારક છે. વજન ઓછું કરવાના સૌથી સારા ઉપાયોમાંનું એક મીઠાઈ ન ખાવી પણ છે. બને ત્યાં સુધી ખાંડની જગ્યાએ ગોળ કે મધનો ઉપીયોગ કરો અને ખાંડની બનેલી મીઠાઈઓ ખાવાથી બચો.

5. પૂરતી ઊંઘ લો:

Image Source

જો તમે તમારું વજન ઓછું કરવા માગો છો તો ભરપૂર ઊંઘ લો. જો તમે સારી રીતે ઊંઘ નહીં લો તો તેની અસર તમારી પાચનક્રિયા પર પડશે જે સ્વાસ્થ્ય બગાડવાની સાથે સાથે વજન પણ વધારે છે. માટે સમયસર અને પૂરતી ઊંઘ કરીને તમે અમુક જ દિવસોમાં પરિણામ જોઈ શકશો. જે તમને સ્વાસ્થ્યમંદ અને બોડીને ફિટ રાખવામાં મદદ કરશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.