નારણ સરોવરમાં 5 કિશોરોના થયા દર્દનાક મૃત્યુ…આખું દુધાળા ગામ રડી રડીને હિબકે ચડ્યું

દરેક માં-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો: નારણ સરોવરમાં 5 કિશોરોના થયા દર્દનાક મૃત્યુ…આખું દુધાળા ગામ રડી રડીને હિબકે ચડ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણી બધી દુર્ઘટનાઓ સામે આવતી રહે છે, ક્યાંક અકસ્માત સર્જાય છે તો ક્યાંક કોઈની હત્યા કરી દેવામાં આવે છે, તો ઘણીવાર એવી નદી નહેરમાં નાહવા પડેલા લોકોના પણ તણાઈને મોત થવાના મામલાઓ પણ સામે આવતા રહે છે, હાલ એવી જ એક દુર્ઘટના નારાયણ સરોવરમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામમાં આવેલા નારાયણ સરોવરમાં બપોર 1 વાગ્યાની આસપાસ 5 કિશોરી નાહવા માટે પડ્યા હતા. જ્યાં આ પાંચેય કિશોરો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. આ ઘટનાને લઈને ઇન્ચાર્જ મામલતદાર સમેત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ગામમાં દોડી આવ્યા હતા.

આ પાંચેય બાળકોને શોધવા માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન તરવૈયાઓને પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા, જેના બાદ ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાળકોના પરિવાર માથે પણ તેમના નિધનના સમાચાર સાંભળીને આભ તૂટી પડ્યું હતું.

આ પાંચેય બાળકો લાઠી શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બાળકોના મોતના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયું છે, ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યું છે, તેમના નિધન બાદ આખુંય ગામ હીબકે ચઢ્યું છે. પરિવારના સદસ્યોની આંખોના આંસુઓ પણ સુકાઈ નથી રહ્યા.

Niraj Patel