શું તમે પણ ચાના રસિયા છો? ચા પી અને વજન પણ ઘટાડવા માંગો છો? તો આ 5 પ્રકારની ચા પીવાની સાથે વજન પણ ઘટાવી શકશો, વાંચો

0

ભારતમાં મોટાભાગના લોકો ચા ના શોખીન છે. સવારે ઉઠતા વેંત જ આપણે ત્યાં ચા જોઈએ, ભલે બીજું કઈ મળે કે ના મળે પણ ચા મળે એટેલ બસ. મોટાભાગના લોકો હવે ચાના આદિ બનતા જાય છે. જો કે ચા એવી કોઈ ખરાબ વસ્તુ પણ નથી જેના કારણે ચિંતા કરવી પડે, પરંતુ આજે બજારમાં ઘણા પ્રકારની ચા મળે છે અને મુખ્ય વાત તો એ છે કે આ વિવિધ પ્રકારની ચા પીવાના કારણે ઘણા ફાયદાઓ પણ થાય છે, અલગ અલગ પ્રકારના સ્વાદ સાથે સ્વાસ્થ્ય ઉપયોગી ચા પણ હવે બજારમાં ઉપલબ્ધ છે.

Image Source

ઘણા લોકોને વજન વધવાની સમસ્યા હોય છે, તે કંઈપણ કરે છતાં પણ વજન ઉતરતું નથી ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે તો બજારમાં સ્વાદની સાથે વજન ઉતરી શકે એવી ચા પણ ઉબલબ્ધ છે. ગ્રીન ટી પીવાના ફાયદાઓ તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ ટેસ્ટની દ્રષ્ટિએ તમે કદાચ ગ્રીન ટી પીવાનું ટાળશો પરંતુ અમે જે 5 પ્રકારની ચા બતાવીશું તેનાથી ટેસ્ટ તો બેસ્ટ મળશે જ સાથે વજન પણ ઘટશે.

Image Source
  1. દાલચીની ચા:
    દાલચીનીનો ઉપયોગ મોટાભાગે રસોડાની અંદર મસાલાની રીતે  થતો જ હોય છે. એકકપ દાલચીની ચા તમારા શરીરમાં ફેડ ફૂડ ખાવાથી જે ખરાબ અસર થવાની હોય છે તેને ઓછા કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે સાથે જ શરીરની અંદર મેટાબોલિજ્મ પણ વધારે છે. દાલચીની ચા શરીરમાં બ્લડ સુગરને પણ નિયંત્રણમાં રાખે છે જેના કારણે પણ તમારું વજન વધતું નથી આ સિવાય દાલચીની ચા પીવાથી પાચનતંત્ર પણ વ્યવસ્થિત કામ કરે છે. એટલું જ નહિ સ્ત્રીઓને માસિકધર્મ દરમિયાન થનારી પીડામાં પણ દાલચીની ચા રાહત આપે છે.

    Image Source
  2. સિંહપર્ણી ચા:
    ભારતમાં 24 ટકા મહિલાઓ ગર્ભધારણ દરમિયાન પીસીઓએસથી પીડાતી હોય છે, જેના કારણે મોટાભાગે વજન વધતું હોય છે. સિંહપર્ણી ચા એક પ્રભાવી લીવર ડીટોક્સિફાયર અને પિત્ત પ્રવાહ ઉત્તેજક છે. આ ચા તમારા લીવરને સાફ રાખે છે અને કિડીનીમાં ડિટોક્સીફિકેશનમાં મદદ કરે છે. આ સૌથી શ્રેષ્ઠ ચા છે જે વજન ઘટાડવામાં ખુબ જ મદદગાર છે.

    Image Source
  3. મોરિંગા ચા:
    ઉત્તર ભારતની અંદર મોરિંગા વધારે પ્રમાણમાં મળે છે. મોરિંગા અમ્લતાસના ઝાડમાંથી આવે છે, અને આ ઉત્તરભારતનું એક માત્ર એવું વૃક્ષ છે જે સમગ્ર રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. મોરિંગા અમીનો એસિડનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. મોરિંગા ચા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શરીરને સાફ કરવાનું કામ કરે છે જેનાથી શરીરમાં ફેટ ભેગો નથી થતો અને ઓછો થવા લાગે છે જેના કારણે વજન ઓછું થાય છે. મોરિંગા ચા પીવાના બીજા પણ ફાયદાઓ છે તે દવાઓનના કારણે લીવર પર થવા વાળા પ્રભાવને ઓછો કરે છે અને સાથે જ પેટ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે જેનાથી પાચન વ્યવ્યસ્થિત બને છે.

    Image Source
  4. કૈમોમિલ ચા:
    આ ચાનો  ઉપયોગ ઘણા જ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સંબંધી સમસ્યાઓ માટે પ્રાકૃતિક ઉપચાર માટે કરવામાં આવે છે. આ બ્લેક અને ગ્રીન ટીનો કૈફીન મુક્ત વિકલ્પ છે. આ પાચન સંબંધી સમ્સ્યાઓનને પણ દૂર કરે છે. આ ચાની અંદર એન્ટિઓક્સિડ રહેલું છે.  આ ચા પીવાથી માનસિક તાણ, ચિંતાઓ દૂર થાય છે સાથે જ રાત્રે આ ચા પીવાથી ઊંઘ પણ સારી આવે છે.

    Image Source
  5. ગાર્સીનીયા કંબોગિયા ચા:
    ઓફિસની અંદર લાંબા સમય સુધી બેસીને કામ કરવું, કસરત ના કરવી, બહારની ખાણીપીણી વગેરે વજન વધવાની સમસ્યાના મુખ્ય કારણો છે. ગાર્સીનીયા કંબોગિયા ચાનો એક ગરમ કપ આ બધાથી બચવાનો એક આદર્શ ઉપાય છે.  ગાર્સીનીયા કંબોગિયા એક એવું ફળ છે જે તમારી ભૂખને ઓછી કરે છે. ફેટના ઉત્પાદન ઉપર રોક લગાવે છે. બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના વધતા સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે. આ ચાનો એક કપ તમારા શરીરની અંદર જામેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.