બોલીવુડના ઘણા કલાકારો ફિલ્મોની સાથે સાથે બિઝનેસ દ્વારા પણ ખુબ કમાણી કરે છે. એક ફિલ્મ માટે લાખો-કરોડો રૂપિયાની ફી લેતા કલાકારો લોકોની મદદ માટે પણ હંમેશા આગળ રહે છે. ઘણા કલાકારો જરૂરિયાતમંદ લોકોની મદદ કરનારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે જ્યારે અમુક અલગ રીતેથી પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. એવામાં આજે અમે તમને એવા જ અમુક દિગજ્જ કલાકારો વિશે જણાવીશું જેઓ એક દાનવીર પણ છે.
1. ઐશ્વર્યા રાઈ:
વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાઈ ‘સ્માઈલ’ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. આ ફાઉન્ડેશનમાં ઐશ્વર્યા રાઈ બાળકોની મદદ કરે છે. ઐશ આ ફાઉન્ડેશનને પોતાના જીવનમાં ખુબ મહત્વ આપે છે. સ્માઈલ ફાઉન્ડેશનમાં ઐશ દીકરી આરાધ્યાનો જન્મદિસવ પણ ઉજવી ચુકી છે.
2. સલમાન ખાન:
સલમાન ખાન ‘બિંગ હ્યુમન’ સાથે જોડાયેલા છે. સલમાને બિંગ હ્યુમન નામની કપડાની બ્રાન્ડ પણ ખોલી છે જેના દ્વારા થતી કમાણી સલમાન જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ખર્ચ કરે છે. સલમાનની આ મદદનો ઉપાય એકદમ અલગ જ છે. બિંગ હ્યુમન બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્ય માટે કામ કરે છે, આ સિવાય સલમાન મોટાભાગે જરૂરિયાતમંદ બાળકો માટે કંઈકને કંઈક કરતા રહે છે.
3. અક્ષય કુમાર:
બોલીવુડના એકમાત્ર ખિલાડી અક્ષય કુમાર જો કે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પણ તે કોઈને કોઈ તરીકાથી લોકોની મદદ કરતા રહે છે. અક્ષય કુમાર પ્રાકૃતિક આપત્તિથી હેરાન લોકો અને શહીદ જવાનોના પરિવારની મદદ માટે હંમેશા આગળ ઉભા રહે છે અને દિલ ખોલીને દાન કરે છે.
4. શાહરુખ ખાન:
બોલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન ફિલ્મો દ્વારા ખુબ કમાણી કરે છે આ સિવાય તે ‘મીર’ ફાઉન્ડેશનના માલિક પણ છે. આ ફાઉન્ડેશન દ્વારા શાહરુખ ખાન અલગ અલગ રીતે લોકોની મદદ કરતા રહે છે. આ ફાઉન્ડેશન દ્વારા શાહરુખ ખાન વૃદ્ધ લોકોના ઈલાજ કરવાની સાથે સાથે એસિડ હુમલાના ભોગી બનેલા લોકોની પણ મદદ કરે છે. આ સિવાય શાહરુખ ખાન ‘મેક એ વિશ’ સંસ્થા સાથે પણ જોડાયેલા છે.
5. વિદ્યા બાલન:
વિદ્યા બાલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલી છે. જેના આધારે વિદ્યા લોકોની મદદ કરતી રહે છે, કેમ કે આ સરકારનું અભિયાન છે તો મોટાભાગે ફંડ મળતું રહે છે. જો કે ઘણીવાર વિદ્યા બાલન સરકારી ફંડની મદદ વગર પણ આ અભિયાનની મદદ કરતી રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.