જ્યોતિષ શાસ્ત્ર

લાખ કોશિશો કરવા છતાં પણ નથી મળતી ધારેલી નોકરી તો કરો શનિદેવના આ 5 અસરદાર ઉપાય

દરેક કોઈનું સપનું હોય છે કે તેને પોતાની ઇચ્છા પ્રમાણે નોકરી મળે અને તે પોતાની મનપસંદની ફિલ્ડમાં પોતાની કારકિર્દીને એક નવા સ્તર સુધી લઇ જાય. અમુક લોકોનું આ સપનું ખુબ સહેલાઈથી પૂર્ણ થઇ જાય છે જ્યારે અમુક લોકોને તેના માટે ખુબ મહેનત કરવી પડે છે છતાં પણ નોકરી નથી મળી શકતી. જો તમે પણ આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો તો જ્યોતિષશાસ્ત્રના આધારે સહેલા ઉપાય દ્વારા તમે તમારી ઈચ્છા અનુસાર નોકરી મેળવી શકશો.

Image Source

1. શનિવારે કરો વ્રત:
શનિવારના દિવસે ગ્રહોમાં કર્મફળ દાતા શનિદેવને સમર્પિત છે. માટે તમારી ઈચ્છીત નોકરી મેળવવાના માર્ગમાં આવતી અડચણોને દૂર કરવા માટે શનિવારના દિવસે વ્રત રાખો. શનિવારે વ્રત રાખનારા લોકો પોતાના લક્ષ્યને મેળવવા માટે એકાગ્ર હોય છે અને તેઓ પોતાના લક્ષ્યને મેળવવામાં કામિયાબ પણ થાય છે.

Image Source

2. કાળા તલનું દાન કરો:
શનિવારના દિવસે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. માટે ઈચ્છીત નોકરી મેળવવા માટે તમારે શનિવારે કાળા તલનું દાન ચોક્કસ કરવું જોઈએ. આ ઉપાયથી તમારી દરેક સમસ્યાઓ ચોક્કસ પૂર્ણ થઇ જશે.

Image Source

3. હનુમાનજીની કરો આરાધના:
જ્યોતિષશાસ્ત્રના આધારે નિયમિત રૂપે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. હનુમાનજીની આરાધનાથી શનિદેવ પણ પ્રસન્ન થઇ જાય છે. માટે જો તમે તમારી ઈચ્છીત નોકરી મેળવીને સફળતા સુધી પહોંચવા માંગો છો તો હનુમાનજીની આરાધના ચોક્કસ કરો.

Image Source

4. 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરો:
14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા પર શનિદેવની કૃપા વરસે છે. આ 14 મુખી રુદ્રાક્ષની ઊર્જાથી પ્રભાવિત થઈને શનિ તમને શુભ ફળ પ્રદાન કરે છે.

Image Source

5. શનિ મંત્રનો કરો જાપ:
કર્મફળ દાતા શનિની કૃપા મેળવવા માટે શનિમંત્રનો જાપ કરવો સૌથી કારગર અને અસરકાદાર ઉપાય છે. ઈચ્છીત નોકરી મેળવવા માટે આવતી અડચણોને દૂર કરવા માટે તમારે 40 દિવસ સુધી 19000 વાર શનિ મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઈએ.
મંત્ર-‘ओम् प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’ 

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ