જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 5 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજના દિવસની શરૂઆત સારી રહેશે. આજનો દિવસ કામને લઈને આત્મવિશ્વાસથી ભરપુર રહેશે. આજના દિવસે પૂજા-પાઠમાં તમારું મન લાગશે.
આજના દિવસે કોઈ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરશો. ઘરમાં શાંતિ રહેશે. ખર્ચમાં વધારો થશે. માનસિક તણાવ વધી શકે છે. જાતકોએ આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહેવું.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજના દિવસે ઇચ્છાઓને પૂર્ણ કરવાની ઇચ્છા મનમાં થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી ગુસ્સાથી વાતો કરી શકે છે. પરિવારમાં તણાવ વધશે. કામને લઈને આજના દિવસે તમને સારા પરિણામ મળશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો આજના દિવસે કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરિવારને પણ સમય આપશે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવામાં સફળતા મળશે. પારિવારિક જીવનમાં તાલમેલ રહેશે. પોતાને શ્રેષ્ઠ માનવાનો પ્રયાસ ન કરો. પરંતુ દરેક સાથે સારી રીતે વર્તન કરો. સ્વાસ્થ્ય કથળી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે ભાગ્યની મદદથી દિવસની શરૂઆત થશે. કેટલાક ખર્ચ આવશે જે અચાનક ધ્યાનમાં આવશે. કામ અંગે કોઈ ચિંતા રહેશે નહીં. કોઈ પણ કામ મજબુતીથી થશે. ગૃહસ્થ જીવન હોય કે પ્રેમ જીવન બંને માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકો કોઈ બાબતે તણાવ અનુભવશો. તણાવના કારણે કામ ઉપર અસર પડશે. જેના કારણે કામમાં ગડબડી થવાની સંભાવનાઓ થઇ શકે છે. તમારી આ રાશિના જાતકો આજના દિવસે ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે ખોટા માર્ગ પર જશો નહીં. અવળા માર્ગ પર જવાથી પસ્તાવો કરવો પડી શકે છે. ખર્ચ રહેશે પરંતુ આવક સારી રહેશે. સંતાન તરફથી તમને ખુશી મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
રાશિના જાતકો આજના દિવસે ધંધો વધારવામાં ધ્યાન આપશે. નવા લોકો સાથે વાતચીત આગળ વધશે. પારિવારિક જીવનમાં દિવસ ખુશહાલથી ભરેલો રહેશે. જીવનસાથીની ખુશીઓ માટે કોઈ શુભ કામ કરશે. આવક સારી રહેશે. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને કામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરશો.

7. તુલા – ર, ત (Libra):
રાશિના જાતકો કામનું ભારણ મગજ પર રહેવાથી માનસિક તણાવ વધશે. કામના સિલસિલામાં કોઈની સાથે વાત ન કરો. તમે કોઈ સાથે કામથી કામ રાખો. આવક સારી રહેશે. તમને સરકાર તરફથી લાભ મળી શકે છે. વેપાર માટે સારો દિવસ છે. અંગત જીવનમાં થોડો તણાવ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો આજના દિવસે તમારી બુદ્ધિમાં તાજગી લાવશે. આજના દિવસે કંઈક નવું વિચારવાનું મન થશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ નવો દિવસ રહેશે. આજના દિવસે ઘણી વાતો થશે. આવક સારી રહેશે જેના કારણે દિલ ખુશ રહેશે. અંગત જીવન સારું રહેશે. પરિવારનો સહયોગ મળશે. કામને લઈને દિવસ તમારા હાથમાં છે.
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારજનોના દિલ જીતવાનો દિવસ છે. આખો દિવસ પરિવાર સાથે ગાળવો ગમશે. આજના દિવસે કામ પર પણ ધ્યાન કેન્દ્રિત થશે. આ રાશિના જાતકો ક્ષમતાથી પોતાને સાબિત કરવાની કોશિશ કરશો. તમારા મનમાં સારા વિચારો આવશે. ભાગ્ય તમને સાથ આપશે. આવક સારી રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો આજનો દિવસ મિત્રો સાથે પસાર કરવાનું ગમશે. કોઈ ચોક્કસ કામ માટે મિત્રની સલાહ લેશો. પૂજા-અર્ચના સંબંધિત કામમાં ખર્ચ થઈ શકે છે. માનસિક સ્થિતિ મજબૂત રહેશે. અંગત જીવનમાં પ્રેમ અને ખુશીનું વાતાવરણ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિ માટેનો વિચાર કરશે. આજના દિવસે સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. પરંતુ હજી પણ આવક સારી રહેશે. વડીલોને આશીર્વાદ મળશે. જેનાથી કામમાં સફળતા મળશે. ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ તણાવભર્યા રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ આનંદમય રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના માટે જીવશો. મનમાં ગજબનો આત્મવિશ્વાસ રહેશે. આજના દિવસે ચહેરા પર સ્મિત હશે. અંગત જીવનમાં સુખીભર્યો દિવસ રહેશે. પરિણીત હોય કે પ્રેમમાં હોય આજનો દિવસ સારો રહેશે. કામને લઈને તમારે આજના દિવસે થોડી કાળજી રાખવી પડશે. આજના દિવસે આવક સારી રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.