જ્યોતિષ શાસ્ત્ર

શું તમારા ઘરમાં પણ શાલિગ્રામ છે ? તો જાણી લો તેને રાખવાના 5 નિયમ, નહિ તો થઇ જશો બરબાદ !

હિન્દૂ ધર્મની અંદર શાલિગ્રામની પૂજા કરવી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેના કારણે ઘણા ઘરોમાં શાલિગ્રામ રાખવામાં આવતું હોય છે. શાલિગ્રામ શિવલિંગ જેવો જ એક પથ્થર હોય છે જે નેપાળના મુક્તિનાથ, કાલી ગંડકી નદીના તટ ઉપર મળી આવે છે. શિવલિંગને ભગવાન શંકરનું પ્રતીક માનવામાં આવે છે તો શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરની અંદર શાલિગ્રામનું હોવું તીર્થસ્થાન બરાબર છે. સ્ક્ન્દપુરાણના કાર્તિકેય માહત્મ્યમાં શિવજીએ પણ શાલિગ્રામની પૂજા કરી હોવાનું જાણવા મળે છે.

Image Source

શાલિગ્રામનું ઘરમાં રહેવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરની અંદર શાલિગ્રામ હોય છે અને ત્યાં સાચી રીતે તેની જો પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીનો પણ વાસ તે ઘરની અંદર રહેતો હોય છે. પરંતુ જો સાચી રીતે શાલિગ્રામને રાખવામાં ના આવે તો માણસ બરબાદ પણ થઇ જાય છે. આજે અમે તમને શાલિગ્રામને રાખવાની 5 રીતો વિશે જણાવીશું. જે તમને ખુબ જ ઉપયોગી થશે.

Image Source

1. નિયમિત કરો શાલિગ્રામની પૂજા:
ધાર્મિક માન્યતા પ્રમાણે શાલિગ્રામની પૂજા ઘરની અંદર દરરોજ કરવી જોઈએ. જેનાથી ઘણો જ લાભ થાય છે. બીમારીમાં, યાત્રા દરમિયાન કે માસિક ધર્મ દરમિયાન શાલિગ્રામની પૂજા ના કરવી જોઈએ.

Image Source

2. પંચામૃતથી કરાવો સ્નાન:
શાલિગ્રામ ઘરમાં દેવ સમાન છે, તેનું રોજ પંચામૃત દ્વારા સ્નાન કરાવવું જોઈએ. જેનાથી પણ જીવનમાં ઘણા જ લાભ થતા હોય છે.

Image Source

3. આચરણ રાખો શુદ્ધ:
શાલિગ્રામ ઘરમાં રાખવાની સાથે તમારું આચરણ પણ શુદ્ધ રાખવું જોઈએ. કારણ કે શાલિગ્રામને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. મદિરા કે માંસનું સેવન ના કરવું જોઈએ, તેમજ મનમાં ખરાબ વિચારો રાખીને પણ પૂજા ના કરવી જોઈએ, નહિ તો બરબાદ થઈ શકાય છે.

Image Source

4. એક જ અને અસલી શાલિગ્રામની કરો સ્થાપના:
ઘરની અંદર રાખવામાં આવેલું શાલિગ્રામ અસલી છે તેની ખાત્રી કરી લેવી જોઈએ અને સાથે જ એકથી વધારે શાલિગ્રામ ઘરમાં રાખવા શુભ નથી માનવામાં આવતા.

Image Source

5. રાખો ચંદન અને તુલસી:
શલિગ્રામની પૂજા કરતી વખતે તેમને એકદમ શુદ્ધ ચંદનનું તિલક લગાવવું જોઈએ તેમજ તુલસીનું શુદ્ધ પાન તેમના ઉપર ચઢાવી રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

Image Source

શા કારણે વ્યક્તિ થાય છે બરબાદ:
જ્યોતિષ અને વિદ્વાનો માને છે કે શાલિગ્રામનો પથ્થર બ્રહ્માંડીય ઉર્જાનો સ્ત્રોત હોય છે. જેન અર્થ થાય છે કે તે એક નાના ગૅલક્સી જેવો છે. જેની અંદર ઘણી જ એનર્જી હોય છે. એનો પ્રભાવ ઘરની આસપાસ રહે છે. એનર્જીના આ સ્ત્રોતને પવિત્ર અને સકારાત્મક બનાવી રાખવો ખુબ જ જરૂરી છે. પરંતુ જો તમે કોઈપણ રીતે તેને દુષિત કરો છો તો નિશ્ચિત રૂપે તમારા ઘરમાં ગૃહ કલેશ, ઘટના કે દુર્ઘટના બનાવની સંભાવના વધી જાય છે. જો તમે શાલિગ્રામને સારી રીતે સાચવી શકો, ઉપર જણાવેલ નિયમોનું પાલન કરી શકો તો જ તમે તેને ઘરમાં રાખી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.