હેલ્થ

નિરોગી અને સુખી જીવન જીવવા માટે અપનાવો આયુર્વેદના આ 5 મહત્વના નિયમો, બીમારી કયારેય નજીક પણ નહીં આવે

બીમાર પડીને હોસ્પિટલમાં તડપવું છે? લાખોના બિલ ભરવા છે? ચુપચાપ આ આયુર્વેદ ટિપ્સ વાંચો.. જરૂરથી ફાયદો થશે

આજના વ્યક્તિઓ સ્વસ્થ રહેવા માટે કેટ કેટલા પ્રયાસો કરતા હોય છે, છતાં પણ રોગ કોઈને કોઈ રીતે આપણા શરીરમાં આવી જ જાય છે. જો અત્યારના જીવન કરતા આપણે પહેલાનું જીવન જોઈએ તો પહેલાના લોકો ઘણું લાંબુ અને નિરોગી જીવન જીવતા હતા. તેની પાછળનું કારણ આયુર્વેદ હતું. તે આયુર્વેદના નિયમો અનુસાર જીવન વિતાવતા અને નિરોગી જીવન જીવી શકતા હતા. આજે અમે તમને એવા જ આયુર્વેદના 5 નિયમો જણાવીશું જે તમે જીવનમાં આપનાવશો તો બીમારી ક્યારેય તમારી નજીક પણ નહિ આવે.

Image Source

સવારે ઉઠવા અને ત્યારબાદના નિયમો:
સ્વસ્થ રહેવા માટે તમારે સૂર્યોદય પહેલા ઉઠવું અને નિત્યક્રમ પૂર્ણ કરીને 25-30 મિનિટ સુધી વ્યાયામ અને યોગ કરવો.જે તમને શારીરિક મજબૂતી પ્રદાન કરશે. માનસિક મજબૂતી માટે ધ્યાન કરવું. તે ઓછામાં ઓછું 48 મિનિટનું હોવું જોઈએ. શરૂઆતમાં થોડા સમય માટે કરવું, ત્યારબાદ ધીમે ધીમે તેનો સમય વધારવો. ભલે તમે શરીર સ્વસ્થ બનાવી લો પરંતુ જ્યાં સુધી મન શાંત નહીં હોય ત્યાં સુધી બધું વ્યર્થ છે.

Image Source

નાસ્તો કેવી રીતે કરવો?:
ધ્યાન કર્યા બાદ સ્નાન કરી લેવું અને ત્યારબાદ નાસ્તો કરવો. કહેવામાં આવે છે કે લોકોએ હેવી નાસ્તો કરવો જોઈએ પરંતુ આયુર્વેદ કંઈક બીજું જ કહે છે. આયુર્વેદ પ્રમાણે નાસ્તો એટલો જ કરવો જેટલું તમારું શરીર સરળતાથી પચાવી શકે. સવારના નાસ્તામાં શુદ્ધ અને હલકો ખોરાક લેવો. સાથે દૂધ પણ તમે લઇ શકો છો.

Image Source

બપોરનું ભોજન:
આયુર્વેદ પ્રમાણે સંતુલિત ભોજન એજ છે જેમાં છ રસ રહેલા હોય. આ રસ છે.. મધુર (ગળ્યું), લવણ(નમકીન), અલ્મ (ખાટ્ટું), કટુ (કડવું), તિક્ત (તીખું) અને કષાય (કસેલુ). જેનો અર્થ છે કે જમાવમાં શાક, રોટલી, દાળ, ભાત સાથે સલાડ, અથાણું, મરચા, રાયતું અને કંઈક ગળ્યું પણ હોવું જોઈએ. અહીંયા પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે છ રસના ચક્કરમાં જમવાનું હેવી ના થઇ જાય.  શરીરની ક્ષમતા પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ. જમ્યા બાદ થોડો આરામ પણ કરવો.

Image Source

રાત્રે જમ્યા બાદ ના જવું ફરવા:
પ્રયત્ન કરવો કે રાતનું જમવાનું જેમ બને તેમ જલ્દી જમી લેવું. જમવાનું હલકું રાખવું. એવું હોવું જોઈએ જે પચવામાં સરળ હોય. જમ્યા બાદ મોટા ભાગના લોકો ફરવા માટે નીકળી જાય છે. જે ખોટું છે. જમ્યા બાદ 100 ડગલાં ચાલવું અને ડાબું પડખું ફેરવીને 48 મિનિટ સુઈ જવું. તેની પાછળ આયુર્વેદિક વિશેષજ્ઞોનો તર્ક છે કે જમ્યા બાદ એન્જાઈમ સક્રિય થવું જોઈએ અને એન્જાઈમ માટે પ્રોપર બ્લડ ફ્લો હોવો જોઈએ. નેચરલ બ્લડ ફ્લો ઇન્ટેસ્ટાઇન અને લીવર તરફ હોય છે, પરંતુ જેવા આપને ચાલવા માટે નીકળીએ છીએ ત્યારે નેચરલ બ્લડ ફ્લોને પોતાની તરફ વાળી લે છે.જેના કારણે ઓર્ગન યોગ્ય રીતે કામ નથી કરતા અને એન્જાઈમ નથી બનતા.  જેના કારણે જમવાનું પચતું નથી. ડાબી બાજુ પડખું ફેરવીને સુવાનું તર્ક એ છે કે જમવાનું સ્ટમકમાં પહોંચી જાય છે અને પચવા માટે પ્રોપર જગ્યા મળે છે. ડાબી બાજુ લીવર છે.ડાબી તરફ સુવાના કારણે પેટને જગ્યા નથી મળતી.

Image Source

આ પગલું પણ ભરવું:
માંસાહાર અને જંકફૂડથી દૂર રહેવું જોઈએ. સીઝનેબલ ફળોને પોતાના આહારમાં જરૂર ઉમેરવા. જમતી વખત પાણી પી શકો છો. ફક્ત એટલું જ પાણી પીવું જેના કારણે મોઢાનું જમવાનું પેટમાં જઈ શકે. જબરદસ્તી પાણી ના પીવું. જયારે જરૂરિયાત હોય ત્યારે જ પીવું. વધારે પડતી ચા અને મસાલેદાર ભોજનનો ઉપયોગ ના કરવો. વ્યાયામ પણ એટલો જ કરવો જ્યાં સુધી તમને થાકનો અનુભવ ના થાય. જમવાનું હંમેશા તાજું અને ગરમ ખાવું. તે પાચન માટે શ્રેષ્ઠ હોય છે.