ભારતના સૌથી ધનવાન પુરુષો વિશે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ ભારતની સૌથી ધનવાન મહિલાઓ વિશે કદાચ આપણને ખબર નહીં હોય. આજે આ લેખમાં અમે એવી 5 શક્તિશાળી મહિલાઓ વિશે તમને જણાવવાના છે જે એક કુશળ બિઝનેસ વુમન છે. અને તેના કારણે જ તે સૌથી શક્તિશાળી અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે.

1. સાવિત્રી જિંદલ:
સાવિત્રી જિંદલ ના ફક્ત જિંદલ ગ્રુપની ચેયર પર્સન છે પરંતુ તે હરિયાણા સરકારની મંત્રી પણ રહી ચુકી છે. સાવિત્રી જિંદલના લગ્ન ઓ.પી. જિંદલ સાથે 1970માં થયા હતા. અને ત્યારથી જ સાવિત્રી એક સફળ પત્ની, મા, બિઝનેસ વુમન અને મંત્રીની ભૂમિકા નિભાવતી આવી છે. ઓ.પી. જિંદલના અવસાન બાદ કંપનીનો બધો કારભાર સંભાળી લીધો અને તેમના આવવાથી કંપનીનો કારોબાર 4 ઘણો વધી ગયો. માત્ર 2020માં જ સાવિત્રી જિંદલની કમાણી 5.8 બિલિયન ડોલરથી વધીને 6.6 બિલિયન ડોલરની થઇ ગઈ છે. તે 2019ની તુલનામાં 13.8 ટકા વધારે છે. હાલમાં તે ભારતના 100 સૌથી ધનવાન વ્યક્તિઓમાં 19માં સ્થાને છે.

2. કિરણ મજુમદાર શૉ:
કિરણ મજુમદાર શૉ ભારતની એ બિલિયનેયર્સમાં છે જેને પોતાની જાતે જ બધું મેળવ્યું છે. કિરણે અલગ અલગ આલ્કોહોલને યોગ્ય રીતે ભેળવવા (બ્રિઉઇંગ કોર્ષ)માં માસ્ટર છે. તેને ઝુલોજીમાં ડિગ્રી પણ મેળવી છે. ટ્રેની બ્રુઅર તરીકે તેને પોતાના કામની શરૂઆત કરી હતી. બાયોકવાઇનના ફાઉન્ડર સાથે તેની એકવાર મુલાકાત થઇ ત્યારબાદ તેને પાછળ વાળીને ક્યારેય નથી જોયું. શરૂઆતમાં નાની નોકરી અને પછી મોટી ઉપલબ્ધી મેળવવા તેને ક્યારેય આગળ વધવાનું ના છોડ્યું. આ વર્ષે તેને 2.38 બિલિયનથી 4.6 બિલિયન ડોલર્સ સુધી પોતાના નેટવર્થને પહોંચવું. તે ભારતના 100 સૌથી ધનવાન વ્યક્તિઓમાં 27માં સ્થાને છે.

3. વિનોદ રાય ગુપ્તા:
વિનોદ રાય ગુપ્તા એવી મહિલા છે એ લિસ્ટમાં જેની કમાણી આ વર્ષે ઘટી છે. વિનોદ ગુપ્તાનો પતિ કીમત રાય ગુપ્તાએ 1958માં હેવલ્સની શરૂઆત કરી હતી. ત્યારબાદ વિનોદે પોતાની ગૃહસ્થી જમાવી. પરંતુ હવે તે વ્યવસાયમાં પણ એક્ટિવ છે. કીમત રાય ગુપ્તાના નિધન બાદ વિનોદ રાય ગુપ્તા અને તેમના દીકરા અનિલ રાય ગુપ્તાએ કંપનીનો કારોભાર સાચવ્યો. વિનોદ અને તેનો દીકરો અનિલ 40% શેર સાથે હેવલ્સ ચલાવી રહ્યા છે. આ વર્ષે તેમને લગભગ 0.45%ની ખોટ આવી છે. તે ભારતના 100 સૌથી ધનવાન વ્યક્તિઓમાં 40માં સ્થાને છે.

4. લીના તિવારી:
લીના ગાંધી તિવારી ફાર્મા કંપની યૂએસવી ઇન્ડિયાની ચેયરપર્સન છે. આ કંપની તેના પિતા વિઠ્ઠલ ગાંધીએ 1961માં શરૂ કરી હતી. તેમની કંપની ડાયાબિટીક અને કાર્ડિયોસ્કુલર ડ્રગ્સ બનાવે છે અને લીનાના પતિ પ્રશાંત તિવારી આ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. લીનાએ બોસ્ટન યુનિવર્સીટીથી એમબીએ કર્યું છે અને તે વ્યવસાયને બહુ જ સારી રીતે ચલાવે છે. સાથે સાથે તે સામાજિક કામોમાં પણ સારી રુચિ ધરાવે છે. લીનાએ આ વર્ષે 1.08 બિલિયન જેટલો પોતાની આવકમાં વધારો કર્યો છે. તે ભારતના 100 સૌથી ધનવાન વ્યક્તિઓમાં 47માં સ્થાને છે.

5. મલ્લિકા શ્રીનિવાસન:
મલ્લિકા Tractors and Farm Equipment Limited (TAFE)ની સીઈઓ છે અને આ ભારતનો જ નહીં દુનિયાનો સાથી મોટો ટ્રેકટર મેકિંગનો વ્યવસાય છે. આ ગ્રુપને 81 વર્ષ પહેલા એસ. અનંતરામકૃષ્ણને સ્થાપિત કર્યો હતો અને મલ્લિકા તેમની ભત્રીજી છે. વાર્ટન યુનિવર્સીટીથી ડિગ્રી લેનારી મલ્લિકા યુ એસ બિઝનેસ કાઉન્સિલ (USIBC). બોર્ડ ઓફ AGOC કોર્પોરેશન યુનાઇટેડ સ્ટેટ્સ અને ટાટા સ્ટીલ લિમિટેડના બોર્ડનો ભાગ છે. મલ્લિકાનું નેટવર્થ 2.45 બિલિયન ડોલરનું છે. તે ભારતના 100 સૌથી ધનવાન વ્યક્તિઓમાં 58માં સ્થાને છે.