પત્ની, બે દીકરીઓ અને એક દીકરાને ઝેર આપીને મારી નાખ્યા, પછી પતિ પંખા ઉપર…જાણો દર્દનાક ઘટના

એક જ પરિવારમાં 5 લોકોના રહસ્યમય મોત, કોઈનું પાંખે લટકતું મળ્યું શબ તો કેટલીક બેડ ઉપર પડી હતી બોડી- જાણો વિગત

સમગ્ર દેશમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે, કોઈ આર્થિક તંગીના કારણે આપઘાત કરી લે છે તો કેટલીક મહિલાઓ સાસરિયાના ત્રાસથી તો કોઈ પ્રેમમાં નિસ્ફળતા મળવાના કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણા સામુહિક આપઘાતના પણ કિસ્સાઓ સામે આવતા જોવા મળ્યા છે.

ત્યારે હાલ એવી જ હૃદય કંપાવી દેનારી ખબર આવી રહી છે. જ્યાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ ઘરની અંદરથી રહસ્યમય રીતે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બની છે હરિયાણાના પલવલના ગામ ઔરંગાબાદમાં. આ પરિવારના મુખ્ય વ્યક્તિ નરેશની લાશ પંખા સાથે લટકતી મળી, ત્યારે પત્ની, બે બાળકો અને એક ભત્રીજી બેડ ઉપર મૃત મળી આવ્યા હતા.

આ ઘટનાની સૂચના મળવા ઉપર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને શબોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મૃતકોમાં 33 વર્ષીય નરેશ, 30 વર્ષીય તેની પત્ની આરતી, 9 વર્ષીય દીકરી ભાવના, 7 વર્ષીય દીકરો સંજય, અને 11 વર્ષીય ભત્રીજી રવિતાના શબ ઘરમાંથી મળી આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે નરેશે પહેલા પત્ની અને બાળકોને ઝેર આપીને મારી નાખ્યા, જેના બાદ પોતે પણ પંખે લટકી અને આપઘાત કરી લીધો. મૃતક નરેશના કાકાના દીકરાએ જણાવ્યું કે તેમને સવારે પાડોશીઓ દ્વારા સૂચના મળી કે આ પ્રકારની ઘટના ઘટી છે. જેના બાદ તે તરત ઘરે પહોંચ્યા. તેનો કોઈની સાથે કોઈ ઝઘડો નહોતો. નરેશ ઝાંસીમાં ઢાબુ ચલાવતો હતો અને મંગળવારના રોજ જ ઘરે આવ્યો હતો.

Niraj Patel