ઘરમાં ફંદાથી લટકેલા મળ્યા 5 લાશ, આ કારણે ખતમ થઇ ગયો પરિવાર…દરેક લોકોએ જાણવા જેવું કારણ

બિહારના સમસ્તીપૂરના એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરતા ચારે બાજુ અરેરાટી  મચી ગઈ છે. મામલો વિદ્યાપતિનગર થાના ક્ષેત્રના મઉ ગામનો છે.જ્યા પરિવારના ચાર સભ્યોએ પોતાના જ ઘરમાં ફાંસીના ફંદે લટકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃત શરીરોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે પરિવાર આર્થિક તંગીથી પીડિત હતો અને દેવું ચૂકવી ન શકવાને લીધે આ પગલું ભર્યું છે.

મરનાર વ્યક્તિઓમાં 42 વર્ષના મનોજ ઝા, મનોજની 65 વર્ષની માં સીતા દેવી, મનોજની 38 વર્ષની પત્ની સુન્દરમની દેવી. મનોજનો 10 વર્ષનો પુત્ર સત્યમ અને 7 વર્ષનો પુત્ર શિવમ શામિલ છે. મળેલી જાણકારીના આધારે મનોજ ઝા ઓટો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આર્થિક તંગીને લીધે તેઓએ અમુક લોકો પાસે ઉધારીમાં પૈસા પણ લીધા હતા જેની સમયસર ચૂકવણી ન થવાને લીધે તેઓએ સામુહિક આત્મહત્યા કરી હતી.

મનોજની બે દીકરીઓ પણ છે જેમાંની એક પોતાના પતિ સાથે અહીં આવેલી હતી અને તેઓ અલગ રૂમમાં હતા. જ્યારે તેઓ સવારે ઉઠ્યા તો જોયું કે બાજુનો રૂમ ખુલ્લો છે અને ઘરના પાંચ સદસ્યો ફાંસીના ફંદે લટકેલા છે.જેને જોતા જ તે બૂમો પાડવા લાગી જેથી આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.

Krishna Patel